આખરે અમેરિકા સાથે પરમાણુ સમજૂતીથી રશિયાની પીછેહટ

આખરે અમેરિકા સાથે પરમાણુ સમજૂતીથી રશિયાની પીછેહટ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષનો ગાળો પૂર્ણ થવા આવ્યો છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે આ ભીષણ જંગમાં અત્યાર સુધી આશરે ત્રણ લાખ લોકોનાં મોત થયાં છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન એકાએક યુક્રેન પ્રવાસે પહોંચી જતા રશિયા ભારે નારાજ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને મંગળવારે દેશના નામે સંબોધનમાં અમેરિકા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા યુદ્ધ ઇચ્છતું નહોતું. યુદ્ધને ટાળવા માટેના તમામ રાજદ્ધારી પ્રયાસો કર્યા હતા, પરંતુ નાટો અને અમેરિકાએ તેના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા.

અમે હજુ વાતચીત ઇચ્છીએ છીએ, પરંતુ આના માટે શરતો મંજૂર નથી. આની સાથે જ પુટિને અમેરિકાની સાથે રહેલી એકમાત્ર પરમાણુ સંધિને પણ તોડવાની જાહેરાત કરી હતી. આ સંધિ ‘ન્યૂ સ્ટાર્ટ ન્યુક્લિયર ટ્રીટી’ તરીકે ઓળખાતી હતી. પુટિને કહ્યું હતું કે જો અમેરિકા પરમાણુ હથિયારનાં પરીક્ષણ કરે છે તો રશિયા પણ આવું કરવા માટે તૈયાર છે. હકીકતમાં બંને દેશો વચ્ચે 2010માં આ પરમાણુ સમજૂતી પર સહમતી સધાઈ હતી.

ભારતનો પણ ઉલ્લેખ, હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મહત્ત્વ પર ભાર
પુટિને ભારપૂર્વક ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રશિયા તેની સાથે પોતાના સહકાર અને વેપારને વધારશે. પુટિને કહ્યું હતું કે તે ભારત, ઇરાન, ચીન જેવા દેશો સાથે આર્થિક સંબંધ વધારવા માટે નોર્થ સાઉથ કોરિડોર વિકસિત કરશે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મહત્ત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે રશિયા આ દેશો સાથે વેપારને વધારશે.

ચીને રાજદ્વારી રશિયા મોકલ્યા, હથિયારો બાબતે આરોપો મૂક્યા
યુદ્ધને લઈને ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. બાઇડેન યુક્રેન પહોંચી ગયા બાદ રશિયાના મિત્ર દેશ ચીનમાં હલચલ વધી ગઇ છે. ચીને તેના ટોચના રાજદ્વારી વાંગ યીને રશિયા મોકલ્યા છે. આ પહેલાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કને દાવો કર્યો હતો કે ચીન યુક્રેન સાથે જારી યુદ્ધ વચ્ચે રશિયાને વધારે હથિયારો આપવા માટે તૈયાર છે. આને લઇને ચીને આક્ષેપ કરતા કહ્યું છે કે અમેરિકા બીજા પર આરોપો મૂકવા, ખોટી માહિતી ફેલાવે છે.

સુનક પર યુદ્ધવિમાનો આપવા જોન્સન, ટ્રસ દબાણ લાવી રહ્યાં
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન અને લિજ ટ્રસ યુક્રેનને યુદ્ધવિમાનો આપવાનું સમર્થન કરી રહ્યાં છે. બંને બ્રિટનના વડાપ્રધાન સુનક પર દબાણ લાવી રહ્યાં છે. યુદ્ધ માટે યુક્રેનને હથિયારો અને યુદ્ધવિમાનો આપવા સતત દબાણ લાવી રહ્યા છે. ટ્રસે કહ્યું છે કે યુક્રેન યુદ્ધવિમાનો માટે લાંબા સમય સુધી રાહ જુએ તેમ તેઓ ઇચ્છતા નથી. બીજી બાજુ, જોન્સને કહ્યું છે કે તમામ બાકી જરૂરિયાતોને પૂર્ણ કરીને સુનક યુક્રેનને પોતાનાં યુદ્ધવિમાનો આપે તે જરૂરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow