શાંત પડેલું રશિયા અચાનક ફરી બગડ્યું

શાંત પડેલું રશિયા અચાનક ફરી બગડ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આખું વિશ્વ પરેશાન છે અને અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. બંને દેશો પાછળ જવા તૈયાર જ નથી જેના કારણે આ યુદ્ધે કેટલું ચાલશે તેને લઈને ચિંતા વધતી જ જઈ રહી છે. એવામાં આજે અચાનક રશિયા ફરી આક્રમક બન્યું હોવાના અહેવાલ વિદેશી મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે.

રશિયાએ ફરી યુક્રેન પર છોડી મિસાઇલ
રશિયા ઘણા મહિનાઓથી યુક્રેન સાથે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે ફરી એકવાર બૉંબવર્ષા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે રશિયા આકરા પાણીએ હોય તેવું દેખાઈ રહ્યું છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર તાબડતોબ મિસાઈલો દ્વારા કરાયેલા હુમલાએ યુક્રેનને ધ્રુજાવી નાંખ્યું છે. માનવામાં આવી રહ્યું છે બ્લેક સી એટલે કે કાળા સમુદ્રની ઉપરથી ઓછામાં 60 જેટલી મિસાઇલ યુક્રેન પર છોડવામાં આવી છે.

લોકોને ઘરોમાં જ રહેવા આદેશ
આખા યુક્રેનમાં ફરીથી એરઍટેકના ઍલાર્મ વાગી રહ્યા છે અને મોટા શહેરોને નિશાને લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકોને પોત પોતાના ઘરોમાં જ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સમાચાર એજન્સી AP અનુસાર મોટા પ્રમાણમાં મિસાઇલ હુમલો ત્રણ મુખ્ય શહેરો પર જ કરવામાં આવ્યા છે.

શેના પર કરાયો હુમલો?
જોકે અહીં સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે આ હુમલા માનવ વસ્તી પર નહીં પરંતુ જે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેના પર કરવામાં આવ્યા છે જેમાં સૌથી મુખ્ય છે ઉર્જા પ્રતિષ્ઠાનો. કીવ, ખારકીવ, કૃવિય સહિતના શહેરોમાં ધમાકાના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow