યુક્રેન યુદ્ધને કારણે રશિયાએ સંરક્ષણ ખર્ચ બમણો કર્યો

યુક્રેન યુદ્ધને કારણે રશિયાએ સંરક્ષણ ખર્ચ બમણો કર્યો

રશિયાએ 2023 માટે તેનો સંરક્ષણ ખર્ચ બમણો કર્યો છે. રોયટર્સ અનુસાર, હવે રશિયાનો સંરક્ષણ ખર્ચ 8.28 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ ભારતના સંરક્ષણ બજેટ કરતાં લગભગ 2.25 લાખ કરોડ વધુ છે. રશિયાએ અગાઉ 2023 માટે 4.47 લાખ કરોડનો સંરક્ષણ ખર્ચ નક્કી કર્યો હતો. પરંતુ, પહેલા 6 મહિનામાં તેમણે 12% એટલે કે 52 હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ્યા, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો.

આ તેના સમગ્ર જાહેર ખર્ચનો એક તૃતીયાંશ છે. જે ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા યુક્રેન યુદ્ધ અને રશિયા પર વધી રહેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. રશિયાના બજેટનો 17.1% દેશની સુરક્ષા પર ખર્ચ કરવાની યોજના છે. પ્રથમ 6 મહિનામાં, રશિયાએ તેના બજેટનો 19.2% સંરક્ષણ પર ખર્ચ કર્યો છે. રશિયાએ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પોતાની સેના પર લગભગ 1.75 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow