રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે બે દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા. તેમની સાથે 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. મોદી અને પુતિન વચ્ચે આજે બે મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની છે. આમાંથી એક બેઠક બંધ રૂમમાં થશે.

બંને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 25થી વધુ કરારો પર મહોર લાગશે. પુતિનનું આજે સવારે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

સવારે 11 વાગ્યે હૈદરાબાદ હાઉસમાં ભારત-રશિયાની 23મી વાર્ષિક સમિટ યોજાશે. મોદી અને પુતિન આજે સાંજે બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે. રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં સ્ટેટ ડિનર આપશે.

આ પહેલા ગઈકાલે સાંજે વડાપ્રધાન મોદી પોતે પુતિનને એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચ્યા. બંને નેતાઓ એકબીજાને ભેટ્યા. મોદી અને પુતિન એક જ ગાડીમાં બેસીને એરપોર્ટથી વડાપ્રધાન આવાસ પહોંચ્યા.

Read more

રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો

રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો

રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા

By Gujaratnow
રાજકુમાર જાટ મોત કેસમાં 11 ડિસે.એ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ

રાજકુમાર જાટ મોત કેસમાં 11 ડિસે.એ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિ

By Gujaratnow
સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા

સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા

સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી

By Gujaratnow