રશિયામાં સુનામી ત્રાટકી

રશિયાના કામચાટકામાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપની તીવ્રતા 8.8 હતી. ભારતીય સમય મુજબ બુધવારે સવારે 4:54 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, કામચાટકામાં 13 ફૂટ ઊચાં મોજાં ઊછળ્યાં છે. આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે. USGSએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું.
કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે આજનો ભૂકંપ દાયકાઓમાં સૌથી શક્તિશાળી હતો. તેમણે કહ્યું કે એક કિન્ડરગાર્ટન સ્કૂલને નુકસાન થયું છે.
જાપાનના NHK ટેલિવિઝન અનુસાર, એક ફૂટ ઊંચા સુનામીના પહેલા મોજા દેશના પૂર્વી કિનારા સુધી પહોંચી ગયા છે. જાપાને 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત, તેના ફુકુશિમા પરમાણુ રિએક્ટરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે.