રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોનું રૂ.20 લાખનું ફુલેકું

રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોનું રૂ.20 લાખનું ફુલેકું

રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોએ 20 રોકાણકારોને 20 લાખનો ચુનો લગાવી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.લીપભાઇની ફરિયાદ મુજબ દસ વર્ષ પહેલા ઉપરોકત બંનેની સ્વામિનારાયણ મંદિરે મુલાકાત થઇ હતી. તેઓ અક્ષરનિધી શરાફી મંડળી ચલાવતા હોવાનું અને તમે નિવૃત છો તો અમારી મંડળીમાં રોકાણ કરો, તમને સારૂ વળતર મળશે તેમ કહી ઓફિસે રૂબરૂ મળવા બોલાવ્યા હતા. જેથી 2017માં પોતાના ઉપરાંત પત્નિ, પુત્રીના નામે જુદી જુદી યોજનાઓમાં કુલ આઠ લાખનું રોકાણ કર્યુ હતુ. દરમિયાન કેટલી યોજનાઓમાં મુદત પાકી ગઇ હોય રૂપિયા લેવા ગયો હતો.

ત્યારે થોડા દિવસોમાં ચૂકવી આપવાની વાત કરી હતી. આમ અનેક વખત બંને ભાઇઓએ ધક્કા ખવડાવ્યા હતા. બાદમાં બંનેએ અમારી મંડળી નુકસાનીમાં ચાલતી હોવાનું તેમ છતા તમે ચિંતા ન કરો રૂપિયા તમને ચૂકવી આપશુંનું કહ્યુ હતુ. ત્યારે 2020માં મંડળીની ઓફિસે જતા ત્યાં અલીગઢી તાળુ જોવા મળ્યું હતુ. થોડા સમય બાદ રાજેશને ફોન કરતા તેને અમારી મંડળી સાવ ડૂબી ગઇ છે, અમારે 5થી 6 કરોડનું દેણુ થઇ ગયું છે. છતા તમારા રૂપિયા અમે તમને ચૂકવી આપશુંનું કહી રૂ.2.35 લાખની રકમના બે ચેક આપ્યા હતા.

પરંતુ બંને ચેક રિટર્ન થયા હતા. આ અંગે તેને વાત કરતા બંને ભાઇઓ ફરી એક વખત તમને નાણા ચૂકવી આપીશુંનું રટણ રટયું હતુ. આમ બંને ભાઇઓ વાયદા આપતા રહેતા હોય તપાસ કરતા બંનેએ વિનોદભાઇ દેવજીભાઇ સોલંકીના 1 લાખ, અશ્વિનભાઇ બાબુભાઇ ઉનડકટના દોઢ લાખ પણ ચાંઉ કરી ગયાનું જાણવા મળ્યું હતુ. અંતે બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાએ ગુનો નોંધી મંડળીના મેનેજિંગ ડિરેકટર હરેશ ચાવડાને ઝડપી લઇ ધરપકડ કરી છે. જયારે મંડળીના ચેરમેનને પકડવા તેમજ વિશેષ પુછપરછ કરવા હરેશ ચાવડાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે આગામી તા.7 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow