રૂ.1400 કરોડનો સટ્ટો: ગુજરાતના સૌથી મોટા સટ્ટાનો પર્દાફાશ, Appથી ચાલતો કારોબાર, લુકઆઉટ નોટિસ જાહેર

રૂ.1400 કરોડનો સટ્ટો: ગુજરાતના સૌથી મોટા સટ્ટાનો પર્દાફાશ, Appથી ચાલતો કારોબાર, લુકઆઉટ નોટિસ જાહેર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત ક્રિકેટ સટ્ટાનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની આ તપાસ અને ઉપલબ્ધીથી જે સટ્ટાનો હિસાબ મળી આવ્યો છે તે રાજકોટનાં કુલ બજેટની નજીકનો છે. રાજકોટ અને ઊંઝામાંથી બે બુકીઓના ખુલ્યા નામ સામે આવ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ બાદ ગુજરાતનાં 2 બુકી ટોમી પટેલ અને રાકેશ રાજદેવે એક સિઝનમાં કુલે 1400 કરોડનો સટ્ટો રમ્યાનાં પુરાવાઓ મળી આવ્યાં છે.

દુબઈમાં રહીને સટ્ટો રમે છે આરોપીઓ
માહિતી અનુસાર બંને આરોપીઓ દુબઈમાં રહે છે. ક્રાઈમ બ્રાન્ચને બુકીઓનાં ડમી નામથી દુબઈની બેન્કોમાં પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનાં પુરાવાઓ મળી આવ્યાં છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની સામે લૂકઆઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

1400 કરોડનાં સટ્ટાનાં પુરાવાઓ
રાજકોટથી આરોપી રાકેશ રાજદેવ અને ઊંઝાથી આરોપી ટોમી પટેલના નામનો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર પોલીસને આરોપીઓનાં 1400 કરોડનાં સટ્ટાનાં પુરાવાઓ એટલે કે હિસાબો મળી આવ્યાં છે જેમાં દુબઈમાં ડમી નામની બેન્ક ડિટેલ્સ પણ મળી આવી છે..

મોબાઈલ એપ મારફતે રમાતા હતાં સટ્ટો
માહિતી અનુસાર બંને આરોપીઓ મોબાઈલ એપ્લિકેશનની મદદથી એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમતાં હતાં જેમાં સટોડિયાને કેટલોક ચોક્કસ ક્રેડિટ આપવામાં આવતો હોય છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ કરી જાહેર

આ રીતે રમાય છે સટ્ટાઓ
બુકીઓ વિષે ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે ડમી એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે જે વિવિધ સટ્ટાની એપો સાથે સંકળાયેલ હોય છે. હાર-જીત બાદ તરત જ રૂપિયા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. દરરોજ 5થી 7 કરોડ રૂપિયા પાઈપલાઈનમાં રહે છે જે અલગ-અલગ બુકીઓનાં છે.

ખાસ કોડવર્ડમાં થતી હોય છે વાતચીત
તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે સટોડિયાઓ ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતાં હોય છે. સટ્ટા દરમિયાન લાખો રૂપિયાનો જે ઉલ્લેખ થતો હોય છે તેને બુકીઓ કિલો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો એક કરોડનાં સટ્ટા માટે ચિકન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow