RRની સ્પિન ત્રિપુટીએ ચેન્નઈના બેટર્સને બાંધી રાખ્યા

RRની સ્પિન ત્રિપુટીએ ચેન્નઈના બેટર્સને બાંધી રાખ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની 17મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક મેચમાં વિજય થયો હતો. CSKને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. આ ઓવરમાં સંદીપ શર્માએ મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાની સામે માત્ર 17 રન જ આપ્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં 2 સિક્સર ફટકારી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો. ધોની અને જાડેજા વચ્ચે 59* રનની પાર્ટનરશિપ થઈ હતી.

CSK ઘરઆંગણે તેની 16મી મેચ હારી છે. તો રાજસ્થાને 15 વર્ષ બાદ ચેન્નઈને તેના હોમગ્રાઉન્ડમાં હરાવ્યું છે. છેલ્લી વખત ટીમ 2008માં જીતી હતી.

મોઈન અલીએ અશ્વિનનો કેચ છોડ્યો, અંતે ભારે પડ્યો
રાજસ્થાન રોયલ્સની ઇનિંગની 9મી ઓવર રવીન્દ્ર જાડેજા નાખી રહ્યા હતા. જેમાં તેમણે પહેલા તે ઓવરના ત્રીજા બોલે દેવદત્ત પડ્ડિકલને આઉટ કર્યા હતા. આ પછી ઓવરના પાંચમા બોલે કેપ્ટન સંજુ સેમસનને બોલ્ડ કર્યા હતા. આ પછી નંબર-5 પર રવિચંદ્રન અશ્વિન આવ્યો હતો. ઓવરના છેલ્લા બોલે જાડેજાએ નાખેલા બોલ પર અશ્વિન ડિફેન્ડ કરવા ગયો, પણ એડ્જ વાગતા બોલ સ્લિપમાં ગયો હતો. પણ ત્યાં ઊભેલા મોઈન અલીએ કેચ છોડી દીધો હતો. તે વખતે અશ્વિન ગોલ્ડન ડક થયો હતો. પરંતુ તે કેચ છોડવો ભારે પડ્યો અને રવિચંદ્રન અશ્વિન 22 બોલમાં 30 રનની મહત્ત્વની ઇનિંગ રમીને ગયો હતો. મોઈન અલીએ અશ્વિનને રનઆઉટ કરતા પણ મિસ થયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow