રોહિત નક્કી કરશે ટેસ્ટ ટીમમાં નવો વાઇસ કેપ્ટન

રોહિત નક્કી કરશે ટેસ્ટ ટીમમાં નવો વાઇસ કેપ્ટન

ભારતની ઓસ્ટ્રેલિયા સામે નવી જાહેર થયેલી ટેસ્ટ ટીમમાં કોઈ ખેલાડીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ઓપનિંગ બેટર કેએલ રાહુલ હવે ખેલાડી તરીકે ટીમમાં હશે. આવી સ્થિતિમાં રાહુલની પ્લેઇંગ-11માં રહેવાની સંભાવના પણ ઓછી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન રોહિત શર્મા ટીમના નવા વાઇસ કેપ્ટનની પસંદગી કરશે.

કેએલ રાહુલને ડિસેમ્બર 2021માં ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. રાહુલે 3 વખત ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. 2માં જીત અને એકમાં હાર મળી હતી પરંતુ રાહુલ આ ટેસ્ટમાં પોતાની બેટિંગથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. છેલ્લી 9 ઇનિંગ્સમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 23 રન હતો. આ દરમિયાન તેમણે 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17 અને 1 રનનો સ્કોર બનાવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેટિંગમાં તેમના ખરાબ પ્રદર્શનને જોતા સિલેક્શન કમિટીએ તેમની પાસેથી વાઇસ કેપ્ટનનું પદ લઈ લીધું છે. જેથી ઓપનિંગ પોઝિશન પર રોહિત શર્માની સાથે અન્ય કોઈને તક આપી શકાય.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની 2 મેચ પૂરી થઈ ગઈ છે. જેમાં રાહુલે 20, 17 અને 1 રનનો સ્કોર કર્યા હતા. ત્રીજી ટેસ્ટ 1 માર્ચે અને ચોથી ટેસ્ટ 8 માર્ચે રમાશે. જો રાહુલની પ્લેઈંગ-11માં પસંદગી નહીં થાય તો તેની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગ કરાવવામાં આવી શકે છે, કારણ કે ભારતની વર્તમાન ટીમમાં માત્ર ગિલને જ ટેસ્ટમાં ઓપનિંગ કરવાનો અનુભવ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow