રોહિત-કોહલી હવે T20માં રમતા જોવા નહિ મળે

રોહિત-કોહલી હવે T20માં રમતા જોવા નહિ મળે

ન્યૂઝીલેન્ડની સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બે મેઇન પિલ્લર એવા રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં નહિ હોય. ત્યારે ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા હશે. જોકે ન્યૂઝીલેન્ડ સામેની 3 વન-ડે અને 3 T20 મેચની સિરીઝ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી. આ ટીમની જાહેરાત નવી સિલેક્શન કમિટી કરશે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પહેલા વન-ડે સિરીઝ શરૂ થશે, જે 18 જાન્યુઆરીએ રમાશે. તેના પછી 3 મેચની T20 સિરીઝ 27 જાન્યુઆરીથી શરૂ થશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે T20 સિરીઝમાંથી સિનિયર્સ પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. સ્પોર્ટ્સની એક વેબસાઇટને BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં 3 મેચની T20 સિરીઝમાં રોહિત અને વિરાટને ટીમમાં લેવા માટે વિચાર કરવામાં નહિ આવે.

આ વર્ષે ભારતમાં જ ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ રમાવવાનો છે. હાલમાં જ BCCIએ રિવ્યૂ મીટિંગમાં વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા હતા. વન-ડે વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને જ અજમાવવાનો પણ નિર્ણય લીધો હતો.

જોકે આ 20 ખેલાડીઓ કોણ છે, તેનું લિસ્ટ બહાર પડ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત, વિરાટ સહિત શ્રીલંકાની સામે વન-ડે સિરીઝમાં સામેલ ખેલાડીઓ તે લિસ્ટમાં હશે. આ ઉપરાંત કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયેલા રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને પણ સામેલ કરવામાં આવશે. રિવ્યૂ મીટિંગમાં સિનિયર પ્લેયર્સને ઈજાથી બચાવવા માટે મહત્ત્વના પગલાં લેવાની પણ વાત કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow