રક્ષાબંધન માટે રાખી મેલ્સ અંતર્ગત 20 ગ્રામના પાર્સલ પર માત્ર રૂ.30માં ટ્રેકિંગ સુવિધા ઉપલબ્ધ

રક્ષાબંધન માટે રાખી મેલ્સ અંતર્ગત 20 ગ્રામના પાર્સલ પર માત્ર રૂ.30માં ટ્રેકિંગ સુવિધા ઉપલબ્ધ

આગામી 9 ઓગસ્ટે સ્નેહ અને પવિત્રતાના પ્રતીક સમાન રક્ષાબંધનનો પાવન પર્વ છે. ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક ગણાતા આ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતભરની બહેનો દ્વારા પોતાના ભાઈઓ માટે રાખડીઓ મોકલવામાં આવી રહી છે. આ રાખડી દેશમાં તેમજ વિદેશમાં સમયસર પહોંચે તે માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા રાખી મેલ્સ નામની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 20 ગ્રામના પાર્સલ પર માત્ર રૂ.30માં ટ્રેકિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો બહેનો દ્વારા વિશ્વનાં તમામ દેશમાં રાખડી મોકલી શકાય તે માટે પણ ખૂબ ઓછા ખર્ચે નવી સુવિધા ઈન્ટરનેશનલ ટ્રેક પેકેટ સર્વિસ (ITPS) હેઠળ શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ, ઈન્ટરનેશનલ ટ્રેક પેકેટ બુક કરાવી શકાય છે. જેમાં રાખડી સાથે 100 ગ્રામ સુધીના વજનની ભેંટ પણ મોકલી શકાય છે અને 5 દિવસથી લઈને 15 દિવસ સુધીમાં પાર્સલ ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે.

રાખડીની ડિલિવરી માટે 'સ્પેશિયલ રાખી બેગ' બનાવવામાં આવી આ અંગે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર કે.એસ. શુક્લાએ જણાવ્યું કે, રક્ષાબંધનને અનુલક્ષીને છેલ્લા 6 થી 7 દિવસથી જ રાખી મેલના પ્રોપર બુકિંગ અને ડિસ્પેચ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસમાં રાખી મેલનો પ્રવાહ અનેકગણો વધી જાય છે. આ વધારાના ભારણને સરળતાથી પહોંચી વળવા માટે, સાદી ટપાલો માટે જ્યાં વધુ રાખી મેલનો ભરાવો રહે છે એવા નિશ્ચિત શહેરો માટે અહીં હેડ ઓફિસમાંથી ખાસ સોર્ટિંગ કરીને 'સ્પેશિયલ રાખી બેગ' બનાવવામાં આવે છે. આ બેગ સીધી તે સ્થળોએ જ ખુલે છે, જેથી સોર્ટિંગનો સમય બચી જાય છે અને રાખડીઓ બહેનો દ્વારા મોકલવામાં આવેલા ભાઈઓ સુધી સમયસર, સુરક્ષિત રીતે પહોંચી જાય છે. આ વ્યવસ્થાથી ડિલિવરી પ્રક્રિયામાં ઝડપ અને કાર્યક્ષમતા આવે છે.

ટ્રેકિંગ સુવિધા સાથે રાખી મોકલવા ખાસ કાઉન્ટર આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, જે લોકોને પોતાની રાખીને 'એકાઉન્ટેબલ આર્ટિકલ' તરીકે મોકલવી હોય એટલે કે આર્ટિકલના બુકિંગથી લઈને ડિલિવરી સુધી ઓનલાઈન ટ્રેકિંગ કરી શકાય અને SMS દ્વારા પણ માહિતી મળી શકે, તે માટે એક સ્પેશિયલ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્લાએ ઉમેર્યું કે, આ સ્પેશિયલ કાઉન્ટર રક્ષાબંધન સુધી કાર્યરત રહેશે, જેથી ગ્રાહકોને કોઈ અસુવિધા ન પડે અને તેઓ પોતાની રાખડીની સ્થિતિ વિશે સતત અપડેટ રહી શકે. આ સેવા ખાસ કરીને દૂરના સ્થળોએ અથવા મૂલ્યવાન રાખી મોકલનારાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow