રિસોર્ટનો માલિક પુલકિત છોકરીઓ લાવતો

રિસોર્ટનો માલિક પુલકિત છોકરીઓ લાવતો

ઉત્તરાખંડમાં ઋષિકેશના વનતારા રિસોર્ટની મહિલા રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા બાદ વધુ રહસ્યો બેનકાબ થયાં છે. અંકિતા સાથે કામ કરી ચૂકેલી રિસોર્ટની પૂર્વ મહિલા કર્મચારીનો આરોપ છે કે મુખ્ય આરોપી અને ભાજપના નેતાનો પુત્ર પુલકિત આર્ય અને તેનો સાથી અંકિત ગુપ્તા છોકરીઓ લાવતા હતા. બંને છોકરીઓ સાથે ગેરવર્તન કરતા હતા.

રિસોર્ટમાં વીઆઇપી પણ આવતા હતા. મેરઠની રહેવાસી આ પૂર્વ કર્મચારીએ જણાવ્યું કે તેણે ગત મે મહિનામાં નોકરી શરૂ કરી હતી અને જુલાઇમાં જ છોડી દીધી હતી. દરમિયાન, મંગળવારે અંકિતાનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, જે મુજબ તેના શરીર પર 5 જગ્યાએ ઇજાનાં નિશાન જણાયાં છે. મોતનું કારણ પાણીમાં ડૂબી જવાથી જણાવાયું છે.

જોકે, અંકિતા સાથે દુષ્કર્મની પુષ્ટિ નથી થઇ. તેના પરિવારજનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવાની માગ કરી રહ્યા હતા, જેથી મંગળવારે તેમને પણ રિપોર્ટની કોપી અપાઇ હતી. અંકિતા હત્યાકાંડમાં પોલીસે ભાજપના પૂર્વ નેતા વિનોદ આર્યના પુત્ર પુલકિત, રિસોર્ટના આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તા અને સૌરભ ભાસ્કરની ધરપકડ કરી છે. કેસની તપાસ એસઆઇટી કરી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow