સર્જરી પછી રિષભ પંતની પહેલી પોસ્ટ

સર્જરી પછી રિષભ પંતની પહેલી પોસ્ટ

કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર ઋષભ પંતે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી છે. ઘૂંટણની સફળ સર્જરી બાદ પોતાની પોસ્ટમાં તેમણે ચાહકોનો આભાર માન્યો છે.

25 વર્ષીય પંતે પોસ્ટમાં લખ્યું, 'તમારા દરેકના સમર્થન માટે આભાર. મને તમને જણાવતા ખુશી થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. હું જલ્દી રિકવર થવા પર ધ્યાન આપી રહ્યો છું. તેણે એમ પણ લખ્યું, 'હું રિકવરી ચેલેન્જ માટે તૈયાર છું. મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ BCCI, જય શાહ અને ભારત સરકારનો આભાર.'

રિષભ પંતે એક પછી એક 3 પોસ્ટ કરી. તેમની છેલ્લી પોસ્ટમાં તેમણે રજત અને નિશુ નામના યુવકોને યાદ કર્યા જેમણે અકસ્માત બાદ તેમની મદદ કરી હતી. પંતે લખ્યું- 'હું અંગત રીતે દરેકનો આભાર માની શકતો નથી, પરંતુ મારે આ 2 હીરોને આભાર કહેવું છે. જેમણે અકસ્માત બાદ મારી મદદ કરી અને મને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો. રજત કુમાર અને નિશુ કુમાર, આભાર. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow