રિષભ પંતે પોલીસને બતાવ્યું કઈ રીતે થયો અકસ્માત? રસ્તે જતાં ડ્રાઇવરે આ રીતે બચાવ્યો જીવ

ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં દિલ્હી, દેહરાદુન, રાજમાર્ગ પર ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર ભડભડ સળગી ઉઠી હતી.

જેમાં પંતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તેમની હાલત સ્થિર છે. આ મામલે હરિદ્વારના એસએસપી અજય સિંહે જણાવ્યું હતું કે અકસ્માતમાં પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. અકસ્માત અને આગની ઘટના બાદ હરિયાણા રોડવેઝની બસના ડ્રાઈવર સહિતના લોકોએ સળગતી કારમાંથી તેને બહાર કાઢ્યો હતો.

ઈમરજન્સી યુનિટમાં પંતની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે કહ્યું...
વધુમાં એસએસપી અજયસિંહે કહ્યું, 'હરિદ્વાર જિલ્લાના મેંગ્લોરમાં પંતનો અકસ્માત થયો હતો. જેને લઈને ઇજાગ્રસ્ત પંતને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ત્યારબાદ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે દરમિયાન ઈમરજન્સી યુનિટમાં પંતની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે કહ્યું હતું કે પંત સારવાર માટે આવ્યો ત્યારે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે વાત હોવાનું પણ જણાવ્યું હતું.

આ દરમિયાન પંત ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં પંતને માથામાં ઈજા છે, પરંતુ મેં ટાંકા આવ્યા નથી. જ્યારે એક્સ-રે માં કોઈ હાડકું તૂટ્યું હોવાનું સામે આવ્યું નથી.

વધુમાં જમણા ઘૂંટણમાં ઈજા છે અને તે કેટલી ગંભીર છે તે એમઆરઆઈ અથવા વધુ તપાસ દ્વારા જાણી શકાશે. ઉપરાંત પંતની પીઠ પર આગથી થયેલ મોટો ઘા પણ લાગ્યો છે.

ઇજાઓ થવા પાછળનું કારણ
ઇજા થવા પાછળનું કારણ એ હતું કે તે બારી તોડી અને કારમાં આગ લાગતાની સાથે જ તે કૂદી ગયો હતો. આ દરમિયાન પીઠ પર પડવાથી છાલછોલ થઈ હતી.

મેક્સ હોસ્પિટલ, દેહરાદૂનના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દિશાંત યાજ્ઞિકે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની એક ટીમ પંતની હાજર આપી રહી છે. તેમની સ્થિતિ અંગે એક કલાકમાં મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના ?
શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા.જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી, ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ.

આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.