રિંકુ સિંહે કોચિંગ સેન્ટરમાં કચરા-પોતા કર્યા, પિતા ગેસ-સિલિન્ડરની ડિલિવરી કરતા

રિંકુ સિંહે કોચિંગ સેન્ટરમાં કચરા-પોતા કર્યા, પિતા ગેસ-સિલિન્ડરની ડિલિવરી કરતા

IPLનું સ્લોગન છે, 'Yatra Pratibha Avsara Prapnotihi', જેનો અર્થ થાય છે, where talents meets opportunity (જ્યાં ટેલેન્ટેડ પ્રતિભાઓને તક મળે છે). ત્યારે IPL 2023ની 13મી મેચમાં KKR માટે એક નવો સુપરસ્ટાર ઉભરી આવ્યો છે. આ સુપરસ્ટારનું નામ છે રિંકુ સિંહ. કોલકાતા નાઇટ રાઈડર્સને ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી અને માત્ર 3 વિકેટ બાકી હતી. રિંકુએ અહીંથી જે કર્યું તે એક ઐતિહાસિક પરાક્રમ હતું અને તે ક્રિકેટમાં ક્યારેક જ જોવા મળશે. તેણે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. ત્યારે હવે લોકોના મુખે માત્ર આ ક્રિકેટરનું જ નામ ચર્ચાઈ રહ્યું છે.

વર્ષ 2018માં રિંકુ સિંહ 80 લાખ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. તેનું પરિણામ તરત તો ના મળ્યું. પરંતુ આજે લગભગ 5 વર્ષ પછી તેનું નામ દરેકના મગજમાં બોલે છે. તેની બેટિંગના કારણે આજે તે લોકોના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. તેણે 21 બોલમાં 48* રનની ઇનિંગ રમીને અશક્ય સિદ્ધિને શક્ય બનાવી હતી. આ ઇનિંગમાં રિંકુએ 1 ચોગ્ગો અને 6 છગ્ગા ફટકારીને પોતાની ટીમ KKRને શાનદાર જીત અપાવી હતી. પરંતુ KKR સુધી પહોંચવાની તેની સફર સરળ રહી નહોતી. તેનું બાળપણ ઘણી ગરીબીમાં વીત્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow