રાજકોટમાં રેવન્યુનું કામ કરતા વકીલો સાયબર ફ્રોડનો શિકાર

રાજકોટમાં રેવન્યુનું કામ કરતા વકીલો સાયબર ફ્રોડનો શિકાર

શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા અનેક વકીલના ખાતામાંથી ગઠિયા નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રેવન્યુ બાર એસો. દ્વારા રજિસ્ટ્રાર, પોલીસ કમિશનર સહિતનાઓને આ અંગે રજૂઆત કરી હતી. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા અને સાયબર ફ્રોડથી રૂ.10 હજાર ગુમાવનાર રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મારડિયાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમના ઉપરાંત અન્ય 18 વકીલોના બેંક ખાતામાંથી કુલ રૂ.3,12,485ની રકમ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાયબર ફ્રોડનો 35થી વધુ વકીલ ભોગ બન્યા છે.

કોના કેટલા રૂપિયા ગયા

એડવોકેટ હિરેનભાઇ વઘાસિયાના 20 હજાર, આરદીપભાઇ બુસા રૂ.10 હજાર, હિરેન્દ્રભાઇ મકવાણા 9,990, નિલેશભાઇ રાણપરા 19,600, સત્યેન્દ્રભાઇ જૈન રૂ.8,200, પ્રશાંતભાઇ જૈન રૂ.30 હજાર, પ્રશાંત વાઢેર રૂ.9,990, જયપ્રકાશભાઇ ફુલારા રૂ.19,985, હરેશ કુકડિયા રૂ.5100, મયૂરભાઇ ફિચડિયા રૂ.48,440, દીપકભાઇ ભોજાણી રૂ.25 હજાર, ચિરાગભાઇ ચૌહાણ રૂ. 2200, વિપુલભાઇ રામાણી રૂ.18,500, અમિત શિંગાળા રૂ.5 હજાર, અભિષેકભાઇ વેકરિયા રૂ.10 હજાર, કલ્પેશભાઇ વેકરિયા રૂ.29,970, જિગ્નેશભાઇ યાદવ રૂ.9,990 અને અમનભાઇ દોશીના રૂ.19,850 ઉપડી ગયા છે.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow