કથકમાં ડિગ્રી ધરાવતી ઈજીપ્તની મુસ્લિમ યુવતી રેવા શિવ તાંડવ પર પ્રસ્તૃતિ કરશે

કથકમાં ડિગ્રી ધરાવતી ઈજીપ્તની મુસ્લિમ યુવતી રેવા શિવ તાંડવ પર પ્રસ્તૃતિ કરશે

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવોત્સવ અંતર્ગત અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગીતાબેન રબારી દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવ્યું છે. આ પૂર્વે ઇજિપ્તના એક મુસ્લિમ પરિવારમાંથી આવતી રેવા નામની યુવતી દ્વારા શિવ તાંડવ પર નૃત્યની પ્રસ્તૃતી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, રેવા અબ્દેલનાસર અટ્ટિયા, ઇજિપ્તની રહેવાસી છે. જ્યારે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાંથી કથક નૃત્યમાં ડિગ્રી ધરાવે છે. રેવાના પર્ફોર્મન્સનો સમયગાળો 12 મિનિટનો રહેશે, આ સમગ્ર પર્ફોર્મન્સમાં કમ્પોઝિશન કોરિયોગ્રાફ અને કમ્પોઝ એમ.એસ.યુના આસિસ્ટન્ટ પ્રોફેસર્સ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ધૃતિ પંડ્યા અને જિગ્નીશા વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રેવાએ જગન્નાથ ધામ પુરી મહોત્સવ ઓરિસ્સા, સંસ્કૃતુક સંઘ પુણે 18મી સાંસ્કૃતિક મંચ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ, યુવા ખજુરાહો, એમ.પી ખાતે વિદ્યાર્થીઓની વિશ્વ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લઈ નૃત્યનું પ્રદર્શન કર્યું છે. જ્યારે નૃત્ય નાટકનું પણ પ્રદર્શન કર્યું છે.

શિવજી ગુસ્સે થાય છે, આશીર્વાદ આપે છે વિગેરે ભાવે નૃત્ય સ્વરૂપે વર્ણન કરશે
રેવા શિવ તાંડવ પર ભગવાન શિવના જુદા જુદા સ્વરૂપો બતાવશે. જેમાં જે રીતે શિવજી ગુસ્સે થાય છે, જે રીતે તે બ્રહ્માંડને આશીર્વાદ આપે છે, જે રીતે આપણે તેના માટે પ્રાર્થના કરીએ છીએ , જે રીતે તે આત્મવિશ્વાસ ધરાવે છે, તેનું નૃત્ય સ્વરૂપે વર્ણન કરશે.


Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow