ખાણીપીણીની સામગ્રી મોંઘી થતાં રિટેલ ફુગાવો વધીને 4.81% થયો

ખાણીપીણીની સામગ્રી મોંઘી થતાં રિટેલ ફુગાવો વધીને 4.81% થયો

મોંઘવારીમાં દરમાં ઘટાડાનું વલણ હવે અટક્યું છે. જૂનમાં છૂટક ફુગાવો 4.81 ટકા પર પહોંચ્યો હતો. જે ત્રણ મહિનામાં સૌથી વધારે છે. ગયા વર્ષે જૂનમાં આ દર 7 ટકા હતો. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ મસાલા, અનાજ અને કઠોળના ભાવમાં વધારો છે. રાહતની વાત એ છે કે ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈના કમ્ફર્ટ ઝોનમાં છે (6%થી નીચે).

આરબીઆઈ આવતા મહિનાની શરૂઆતમાં દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. તે મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો જૂનમાં વધીને 4.49% થયો હતો જે મે મહિનામાં 2.96% હતો.

મસાલાનો ફુગાવાનો દર 19.19%, અનાજ અને ઉત્પાદનોનો 12.71%, કઠોળનો 10.53% હતો. જોકે, આ સમયગાળા દરમિયાન તેલ અને ચરબી (-18.12%) અને શાકભાજી (-0.93%)ના ભાવમાં ઘટાડો થયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow