2030 સુધીમાં ઉછેર કરવાનો લીધો સંકલ્પ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 'ટ્રિલિયન ટ્રી પ્લેટફોર્મ' પર કરી જાહેરાત

અદાણી ગ્રૂપ કે જે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપે એક પ્રતિજ્ઞા લીધી છે, જેમાં ગ્રૂપે કહ્યું છે કે તેઓ 2023 સુધીમાં 100 મિલિયન વૃક્ષ ઉછેરશે. આ પ્રતિજ્ઞા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ’’ટ્રિલિયન ટ્રી પ્લેટફોર્મ’’ 1t.org ઉપર કરવામાં આવી છે. ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સંકલ્પ છે. આ 100 મિલિયનમાં મેન્ગ્રોવ્સ તેમજ પાર્થિવ વૃક્ષોનો સમાવેશ થશે.

વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને આબોહવા પરિવર્તનને મંદ કરવાનો આ વિશાળ ટ્રિલિયન વૃક્ષ ચળવળનો ઉદ્દેશ્ય છે, જે આબોહવા, જૈવવિવિધતા અને SDGs તરફની ખૂબ જ જરૂરી પ્રગતિ માટે પ્રદાન આપે છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 'એક ટ્રિલિયન વૃક્ષો વાવવાની 1t.orgની મહત્વાકાંક્ષાનો તીવ્ર સ્કેલ ફક્ત પ્રેરણાદાયી છે એટલું જ નહીં પણ તે માનવતાની સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ છે અને સમાન વિચારધારા ધરાવતા લોકોની સામૂહિક શક્તિથી ભગીરથ લક્ષ્યને હાંસલ કરવા માટે લડવા માટે સંકલ્પબદ્ધ છે''.
"હરિયાળા વિશ્વના નિર્માણ માટે જમીનનું ધોવાણ ઘટાડવું જરૂરી છે અને 'આ સંદર્ભમાં, પેરિસ COP 21 ખાતે ભારતે વધારાના ૨.૫-૩.૦ અબજ ટન CO2ના કાર્બન સિંકના નિર્માણ કરી અગ્રસ્થાન પ્રાપ્ત કરવા જાહેર કરેલી પ્રતિબધ્ધતાના એક ભાગ તરીકે હું વચન આપું છું કે અદાણી સમૂહ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરશે’’
શું છે 1t.org
1t.org એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પહેલ છે જે 2030 સુધીમાં 1 ટ્રિલિયન વૃક્ષોના સંરક્ષણ, ઉછેર અને પુનઃસ્થાપન કરવા માટે વૈશ્વિક ચળવળને સહયોગ આપે છે. 1t.orgની સ્થાપના ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પરત્વે યુએન ડીકેઇડને સમર્થન આપવા માટે કરવામાં આવી છે. 1t.org વન સંરક્ષણ અને પુનઃસંગ્રહમાં ખાનગી ક્ષેત્રને જોડવા અને મહત્વાકાંક્ષાને એક કરે છે, મુખ્ય ભૌગોલિક ક્ષેત્રોમાં બહુવિધ હિસ્સેદારો વચ્ચે કોમ્યુનિકેશનની સુવિધા આપે છે અને પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપવા અને વેગ આપવા માટે નવીનતા, ઇકોપ્રેન્યોરશિપ અને યુવાનોને સમર્થન આપે છે.