રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની આ જિલ્લામાં થશે ઉજવણી

Toગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતમાં સ્વતંત્ર અને પ્રજાસત્તાક પર્વ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના પર્વને અલગ-અલગ તાલુકા મથકો તેમજ ગામડાઓમાં જઇને આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવવાની શરૂઆત કરી હતી. ચાલુ સાલ 2022માં ગિરસોમનાથ ખાતે ઉજવણી કરાઈ હતી તો 2021માં દાહોદમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2020માં રાજકોટ ખાતે ઉજવણી થઇ હતી. જેની પરંપરાના ભાગરૂપે આ વખતે રાજ્યકક્ષાનો પ્રજાસતાક પર્વ બોટાદમાં ઉજવાશે.
દેશના પ્રજાસત્તાક પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાની બોટાદમાં ઉજવણી કરવા અંગેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.દેશવાસીઓના ગર્વના પર્વ પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજનને લઈને બોટાદ તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે
બોટાદ માટે આ ગર્વનો અવસર હોવાથી તંત્ર દ્વારા કચેરીઓમાં રોશનીના શણગાર કરી બોટાદને નવોઢાની જેમ શણગારવામાં આવશે. ઝાકમઝોળ ઉજવણીને લઈને તંત્ર દ્વારા તૈયારી પણ હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના નવી સરકાર રચાયાને થોડો જ સમય વીત્યો છે. ત્યારે 2023 નું પ્રજાસત્તાક પર્વ નવી સરકાર માટે મહત્વનું હોવાથી જાજરમાન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.