શિયાળામાં ચહેરા પરની કરચલીઓનો રામબાણ ઈલાજ, ફૉલો કરો આ ઘરગથ્થુ ટીપ્સ

શિયાળામાં ચહેરા પરની કરચલીઓનો રામબાણ ઈલાજ, ફૉલો કરો આ ઘરગથ્થુ ટીપ્સ

ચહેરા પરની કરચલીઓમાંથી છૂટકારો મેળવવા શું કરશો?

આજકાલ ઉંમર વધતા પહેલા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. ખોટુ ખાનપાન, તણાવ વગેરેને કારણે આ સમસ્યા થાય છે. એવામાં સ્કિનની યોગ્ય રીતે સારસંભાળ રાખવામાં આવે તો તમે ચહેરા પરની કરચલીઓમાંથી છૂટકારો મેળવી શકો છો. ઘણા લોકો કરચલીઓને ઘટાડવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જેનાથી સ્કિન ડેમેજ થઇ શકે છે. કરચલીઓમાંથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો.

ચણા દાળ અને એલોવેરા

ચહેરાની કરચલીઓમાંથી રાહત મેળવવા માટે ચણાની દાળના પેસ્ટમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

કેળાની પેસ્ટ

કેળા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેના માટે પાકેલા કેળાના ટુકડા કાપી લો. હવે તેને સારી રીતે મેશ કરો. આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ નાખો.

ઈંડાની જરદી અને ટામેટા

ઈંડાની જરદીમાં ટામેટાનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. થોડા સમય બાદ પાણીથી ધોઈ નાખો. જેનાથી કરચલીઓ ઓછી થવામાં મદદ મળી શકે છે.

કાકડીનુ જ્યુસ લગાવો

કાકડી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. તમે કાકડીના જ્યુસને ચહેરા પર લગાવી શકો છો. તમે ઈચ્છો તો કાકડી અને ટામેટાના જ્યુસને મિક્સ કરીને પણ સ્કિન પર લગાવી શકો છો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow