રિલાયન્સે વોર્નર બ્રધર્સ અને HBO સાથે હાથ મિલાવ્યા

રિલાયન્સે વોર્નર બ્રધર્સ અને HBO સાથે હાથ મિલાવ્યા

ગેમ ઓફ થ્રોન્સ, હેરી પોટર, સક્સેશન અને ડિસ્કવરી જેવી ફિલ્મો અને શો ટૂંક સમયમાં જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ થશે. આ માટે મુકેશ અંબાણીની કંપની Viacom18એ હોલીવુડના જાણીતા પ્રોડક્શન હાઉસ Warner Bros Discovery Inc સાથે ડીલ કરી છે. આ ડીલ પછી Jio Cinema Amazon Prime Video અને Disney Hotstarને સીધી સ્પર્ધા આપશે.

Viacom18 અને વોર્નર બ્રધર્સે જણાવ્યું હતું કે, Jio સિનેમા પર મૂવીઝ અને શોનું પ્રીમિયર ફક્ત યુએસમાં જ થશે. અગાઉ, ડિઝની પાસે વોર્નર બ્રધર્સ અને એચબીઓ તરફથી કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાના રાઈટ્સ હતા. આ પાર્ટનરશિપ 31 માર્ચ 23ના રોજ સમાપ્ત થઈ. આ કારણોસર ભારતીય દર્શકો HBOના ગેમ ઓફ થ્રોન્સ જેવા શો સ્ટ્રીમ કરી શક્યા ન હતા. વોર્નર બ્રધર્સ HBOની મૂળ કંપની છે.

Warner Bros કન્ટેન્ટ માત્ર Jio સિનેમા પર જ ઉપલબ્ધ હશે
સમાચાર એજન્સી રોઈટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ પાર્ટનસશિપ એક્સક્લૂસિવ હશે. એટલે કે, વોર્નર બ્રધર્સ શો અને મૂવી એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની હોટસ્ટાર સહિત અન્ય ભારતીય OTT પ્લેટફોર્મ પર તેમની મોટાભાગની લોકપ્રિય મૂવીઝ અને સિરીઝ ઑફર કરી શકશે નહીં.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow