રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે રેખાએ ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના 2 મહિના પહેલા ગેમિંગ કંપની નઝારામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો હતો.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રેખા ઝુનઝુનવાલાને ગેમિંગ બિલ પસાર થવાનું છે તેની અગાઉથી માહિતી મળી હતી.

રેખા ઝુનઝુનવાલા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે. રાકેશ ઝુનઝુનવાલાનું ઓગસ્ટ 2022માં અવસાન થયું. તેમણે IPO પહેલા જ 2017માં નઝારામાં 180 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેનો IPO 2021માં આવ્યો હતો.

માર્ચ 2025 સુધીમાં રેખા ઝુનઝુનવાલાએ નઝારાના 61.8 લાખ શેર રાખ્યા હતા. એટલે કે, તેમની પાસે કુલ હિસ્સો 7.06% હતો. 13 જૂન સુધીમાં તેમણે તેમનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow