સોશિયલ મીડિયા પર શેર્સની ટિપ્સ આપનારા પર લગામ

સોશિયલ મીડિયા પર શેર્સની ટિપ્સ આપનારા પર લગામ

માર્કેટ નિયામક સેબીએ અનરજીસ્ટર્ડ અને સોશિયલ મીડિયા પર સ્ટોક્સની ટિપ્સ આપનાર કંપનીઓ વિરુદ્ધ રેગ્યુલેશન લાવવાની કવાયત હાથ ધરી છે. સેબી તેના પર ડિસ્કશન પેપર રજૂ કરશે. નિયામક તેના પર શેરધારકો પાસેથી સૂચનો લેશે. ત્યારબાદ સેબી માર્ગદર્શિકા જારી કરશે. સેબીના હોલ ટાઇમ મેમ્બર અનંત નારાયણે શુક્રવારે જાણકારી આપી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ શેર કરવામાં આવીત દરેક માહિતી હંમેશા વિશ્વસનીય હોતી નથી અને આ પ્રકારના પ્લેટફોર્મ્સ પર શેર કરાતી જાણકારી હંમેશા ભાવનાઓ, અફવાઓ તેમજ ખોટી માહિતીથી પ્રભાવિત હોય છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો પાસે સ્ટોક માર્કેટને લઇને કોઇપણ જાતની પ્રોફેશનલ આવડત, અનુભવ હોતો નથી અને તેઓની સલાહ માત્ર મર્યાદિતી માહિતી અને પૂર્વગ્રહ આધારિત દૃષ્ટિકોણ આધારિત હોય છે. એટલે જ સોશિયલ મીડિયા પર અપાતી ટિપ્સને લઇને સતર્ક રહેવું જરૂરી છે તેમજ રિસર્ચ સાથે રોકાણ કરવું હિતાવહ છે.

રજીસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સની બેઠકને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક ચાલાક લોકો પોતાના બિઝનેસ આગળ ધપાવવા માટે પોતાના સેબી રજીસ્ટ્રેશનો દૂરુપયોગ કરી રહ્યાં છે અને નિયામક તરીકે તેવું થાય એવું અમે ઇચ્છતા નથી. ટૂંક સમયમાં જ અમે આ મુદ્દે પ્રભાવી ઉપાયોને લઇને એક ડિસ્કશન પેપર લાવીશું. તેના પર માર્કેટ પાર્ટિસેપેંટ તેમજ અન્ય શેરધારકો પાસેથી ઇનપુટ બાદ આવા લોકો પર લગામ લગાવવા માટેના દિશાનિર્દેશ જારી કરાશે. અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુંઅસર્સ લાઇસન્સ વગર સ્ટોક્સમાં રોકાણ માટેની સલાહ આપે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow