સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી રેગ્યુલર-રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરું થઈ છે. જેમાં બી.એડ. સેમેસ્ટર-1ના જનરલના 3,996 જ્યારે બેઝિકના 50 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ સાથે જ એલ.એલ.બી. સેમેસ્ટર-1માં રેગ્યુલર 2,352, એમ.બી.એ. સેમેસ્ટર-1ના 62 તો બેંકિંગ એન્ડ ફાઇનાન્સના 14 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ઉપરાંત એમ.જે.એમ.સી. સેમેસ્ટર-2માં વર્ષ 2016માં નોંધાયેલા અને નાપાસ થયેલા 2 તો એમએસસી. ઈ.સી.આઈ. સેમેસ્ટર-5ના 1 વિદ્યાર્થી માટે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ શહેર અને જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે 7 કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. તેમજ ઘાયલ પક્ષીઓને શોધવા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવશે.
20 જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે
ઉત્તરાયણના તહેવારને લઈને પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આગામી 20 જાન્યુઆરી સુધી આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દર વર્ષે અસંખ્ય પક્ષીઓને બચાવવામાં આવે છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
ઘાયલ પક્ષીની જાણ થતા જ ટીમ પહોંચી જશે
કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ થશે તો કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક પહોંચી બચાવ કામગીરીમાં લાગી જશે. દર વર્ષે ડ્રોન કેમેરાની મદદથી પણ કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષીઓને શોધવામાં આવે છે.
રાજકોટ શહેર-જિલ્લાના કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર
રાજકોટ | 8469936128 |
લોધીકા | 9909305505 |
ઉપલેટા | 9723410072 |
કોટડાસાંગાણી | 9099080273 |
જેતપુર | 9099962062 |
ધોરાજી | 9426519761 |
પડધરી | 7990247405 |
ગોંડલ | 9904600308 |
જામકંડોરણા | 9925007207 |
વીંછિયા | 7046250225 |
જસદણ | 8200965067 |