લાલ કે લીલું મરચું? જાણો સ્વાસ્થ્ય માટે કયું સૌથી વધારે ફાયદાકારક, હકીકત જાણીને થઇ જશો હેરાન

લાલ કે લીલું મરચું? જાણો સ્વાસ્થ્ય માટે કયું સૌથી વધારે ફાયદાકારક, હકીકત જાણીને થઇ જશો હેરાન

ભારતીય ભોજનનો સ્વાદ મરચા વિનો અધૂરો માનવામાં આવે છે. ફરી તે લીલુ મરચુ હોય કે લાલ હોય. ભોજનમાં સ્વાદ અને તિખાશ વધારવા માટે મરચાનો ઉપયોગ કરે છે.  

જો કે સ્વાસ્થ્ની દ્રષ્ટિએ જોઇએ તો ઘણા લોકો માટે છે કે લીલા મરચાની સરખામણીમાં લાલ મરચુ સ્વાસ્થ્ય માટે વધુ નુકશાનકારક છે. તો આવો જાણીએ કે સ્વાસ્થ્ય માટે લાલ કે લીલુ ક્યુ મરચુ વધુ સારુ કહેવાય...

ભારતીય, ચાઇનીઝ અને મેક્સિકન ભોજનમાં મરચાનો ઉપયોગ જરુરથી થાય છે. આ એક એવો મસાલો છે જે સ્વાદની સાથે ભોજનમાં તિખાશ લાવવાનું કામ કરે છે.  

ઘણા લોકો ભોજનમાં લાલ મરચાને વધારે પસંદ કરે છે તો ઘણાને લીલા મરચાના ચાહક હોય છે. હેલ્થ રિપોર્ટ અનુસાર, આ બંને મરચામાં કેપ્સિકમ અને ટામેટા પ્લાન્ટની ફેમિલીમાંથી આવે છે, જેની ફ્લેવર હોટ હોય છે.  

લાલ મરચાની વાત કરવામાં આવે તો એક ચમચી લાલ મરચામાં કેલરી 6, વોટર 88 ટકા, પ્રોટીન 0.3 ગ્રામ, કાર્બ 1.3 ગ્રામ, શુગર 0.8 ગ્રામ, ફાઇબર 0.2 ગ્રામ અને ફેટ 0.1 ગ્રામ પામવામાં આવે છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી 6, વિટામીન કે 1, પોર્ટેશિયમ, કોપર અને વિટામીન એ પણ મળે છે. જે સ્વાસ્થ્ય માટે જરુરી તત્વ છે.

તો લીલા મરચામાં ન્યુટ્રિશનલ વેલ્યુની વાત કરીએ તો એક કપ મરચામાં 29 કેલેરી, 52.76 ટકી વિટામીન સી, 36.80 ટકા સોડિયમ, 23.13 ટકા આયર્ન, 18.29 ટકા વિટામિન બી 9, 12.85 ટકા વિટામીન બી 6 મળે છે. આ ઉપરાંત તેમાં વિટામીન એ,બી, સી,ઇ, પી, મેગ્નેશિયમ, પોર્ટેશિયમ, ફાઇબર પણ આવે છે.

જો લાલ મરચા પાઉડરની સરખામણીમાં લીલુ મરચા સાથે કરવામાં આવે તો લીલુ મરચુ સ્વાસ્થ્ય માટે સારુ છે. લીલા મરચામાં ઉચ્ચ માત્રામાં પાણી હોય છે અને તેમાં કેલેરી પણ ના બરાબર હોય છે.  

લીલા મરચામાં બીટા-કેરોટીન, એન્ટીઓક્સિડન્ટ અને એન્ડોર્ફિન પણ વધારે માત્રામાં હોય છે જ્યારે લાલ મરચુ વધારે માત્રામાં સેવન કરવાથી આંતરિક સોજા આવી શકે છે. તેના પોપ્ટિક અલ્સર થવાની સંભાવના રહે છે. એટલુ જ નહીં, જો તમે બજારમાંથી લાલ મરચુ પાઉડર ખરીદો છો તો તેમાં હાનિકારક રંગો અને સિંથેટિક રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

લીલા મરચાના ફાયદાની વાત કરીએ તો તે બ્લડ શુગરના સ્તરને મેનેજ કરે છે અને ઇન્સ્યુલિન સ્તરને નિયંત્રિત કરીને હાઇ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરી શકે છે. આ ઉપરાંત આ પાચનને વધારી દે છે, ત્વચાને હેલ્દી રાખે છે. બીટા-કેરોટીનના કારણે હાર્ટને સારુ રાખે છે અને ઇમ્યુનિટીને વધારે છે. આ મેટાબોલિઝમને વધારીને વજનને ઓછુ કરવામાં મદદ કરે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow