નશાખોરી સામે લાલઆંખ: સુરત પોલીસે માતા-પુત્રના કાળાકારોબારને ઉઘાડો પાડ્યો, પૂછપરછમાં મોટા ખુલાસા

નશાખોરી સામે લાલઆંખ: સુરત પોલીસે માતા-પુત્રના કાળાકારોબારને ઉઘાડો પાડ્યો, પૂછપરછમાં મોટા ખુલાસા

ગુજરાતને નશાખોરીનું હબ બનતા રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા અનેડ ડ્રગ્સ પેડલરોને પકડીને જેલ હવાલે કર્યા છે. ત્યારે સુરતમાં નશાખોરી સામે સુરત પોલીસે કાર્યવાહિ હાથ છે. જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે રેડ કરી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે મહિલાને ડ્રગ્સ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે આ ડ્રગ્સ તેનો પુત્ર સમીર લાવી આપતો હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલાનો પુત્ર જ સમગ્ર ડ્રગનું રેકેટ ચલાવતો હતો
સુરતનાં રાંદેર વિસ્તારમાં એક મહિલા પાસેથી 77 હજાર રૂપિયાનું MD ડ્રગ્સ સાથે ઝડપાઈ છે. ત્યારે આરોપી શાકેરાબાનું મલેકની પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તેણે વધુમાં જણાવ્યું હતું કે આ ડ્રગ્સ તેનો પુત્ર સમીર લાવી આપતો હોવાનો ખુલાસો થવા પામ્યો છે અને સમીર ડ્રગ્સના ગ્રાહકો પણ શોધી લાવતો હતો અને તેના ઘરેથી જ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીના ઘરે તપાસ હાથ ધરતા તેના ઘરેથી 1 લાખ 40 હજાર રોકડા સહિત ક્રાઈમ બ્રાન્ચે 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કેનેડામાં બેઠો બેઠો સમગ્ર નેટવર્ક સંભાળતો હતો
સુરતના આમરોલીમાંથા પણ 3.97 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાવા પામ્યું છે. જે મામલે પોલીસે મુંબઈના ફૈઝલ નામના આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે કેનેડામાં રહેતો ઈમરાન શેખ સુરતમાં સમગ્ર ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સંભાળતો હતો. ડ્રગ્સ ડિલર સાથે વોટ્સએપ કોલિંગથી ઈમરાન વાતચીત કરતો હતો તેમજ ફોન દ્વારા ઈમરાન મુંબઈના વસઈ ખાતે ડ્રગ્સની ડિલીવરી કરાવતો હતો.

ડ્રગ્સ નેટવર્કમાં અન્ડરવર્લ્ડ કનેક્શન હોવાની શક્યતા
આ બાબતે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઈમરાન શેખ પણ મુંબઈના વસઈનો નિવાસી છે. છેલ્લા 2 વર્ષથી ઈમરાન શેખ કેનેડામાં સ્થાયી થયો છે અને કેનેડામાં બેઠા બેઠા તે સમગ્રે નેટવર્ક ચલાવી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈમરાન શેખને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. તેમજ ઈમરાનને પકડા સુરત પોલીસે રેડ કોર્નર નોટિસ તૈયાર કરવાની શરૂ કરી દીધી છે. ત્યારે આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ડરવર્લ્ડ કનેક્શન હોવાની પણ શક્યતા છે.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow