પોતાના સાથીઓના ગુણોને ઓળખો અને તેમની પર ભરોસો કરો, કોઈ સાથીનો આત્મવિશ્વાસ નબળો હોય તો તેને પ્રેરિત કરો

પોતાના સાથીઓના ગુણોને ઓળખો અને તેમની પર ભરોસો કરો, કોઈ સાથીનો આત્મવિશ્વાસ નબળો હોય તો તેને પ્રેરિત કરો

ગુરુવારે શ્રીરામનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવશે. શ્રીરામના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર છુપાયા છે. આ ઘટનાઓના સંદેશાઓને જીવનમાં ઊતારી લેવામાં આવે તો અનેક પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. જાણો એક એવી ઘટના, જેમાં શ્રીરામે સંદેશ આપ્યો છે કે આપણે પોતાના સાથીઓના ગુણોને ઓળખવા જોઈએ અને તેમને પ્રેરિત કરવા જોઈએ.  

હનુમાનજીએ શ્રીરામને જણાવ્યું કે દેવી સીતા સમુદ્ર પાર લંકામાં કેદ છે. તેના માટે શ્રીરામ વાનર સેવાની સાથે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચી ગયા. આખી વાનર સેનાની સાથે સમુદ્ર પાર કરવું ખૂબ જ મુશ્કેલ કામ હતું.

શ્રીરામે સમુદ્ર દેવતાને પ્રાર્થના કરી કે તેમને વાનર સેનાની સાથે સમુદ્ર પાર કરવા માટે રસ્તો આપવામાં આવે. સમુદ્ર દેવે શ્રીરામને કહ્યું કે તમારી સેનામાં નલ-નીલ બે ભાઈઓ છે તેઓ વિશ્વકર્માના પુત્ર છે. તેમને ઋષિઓને શ્રાપ આપ્યો હતો કે તેઓ જે વસ્તુ પાણીમાં ફેંકશે, તે ડૂબશે નહીં. તમે તેમની મદદથી સમુદ્ર પર સેતુ બાંધી શકો છો. સેતુની મદદથી આખી સેના સરળતાથી લંકા પહોંચી જશે.  

સમુદ્ર દેવની સલાહ પછી શ્રીરામે નલ-નીલને સમુદ્ર પર સેતુ બાંધવાની જવાબદારી સોપી દીધી. બધા વાનરોના સહયોગથી નલ-નીલે સમુદ્ર પર પત્થરોથી સેતુ બનાવવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ બધા વાનરોની સાથે શ્રીરામ લંકા પહોંચી ગયા.

જ્યારે શ્રીરામ વાનર સેવાની સાથે લંકા પહોંચ્યા તો તેમને હનુમાનજીને નહીં અંગદને દૂત બનાવીને રાવણની સભામાં મોકલ્યો. અંગદે લંકાના દરબારમાં દૂત બનાવીને મોકલવાથી રાવણને સમજાઈ ગયું હતું કે શ્રીરામની સેનામાં હનુમાન જ નહીં, પણ અંગદ જેવા બીજા પણ શક્તિશાળી વાનર છે.

લંકા જતાં પહેલાં અંગદનો આત્મવિશ્વાસ નબળો હતો, કારણ કે અંગદે સીતાની શોધ કરવામાં લંકા જવાની અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ હનુમાનજીએ લંકા પહોંચીને સીતાની શોધ કરી હતી. રામજીએ અંગદને રાવણના દરબારમાં દૂત બનાવીને મોકલ્યો, તેને પ્રેરિત કર્યો, જેનાથી તેનો આત્મવિશ્વાસ પણ જાગી ગયો.

શ્રીરામની શીખ
આ કિસ્સામાં શ્રીરામે નલ-નીલ અને અંગદ પર પોતાનો ભરોસો દેખાડ્યો. શ્રીરામ સંદેશ આપી રહ્યાં છે કે આપણે પોતાના સાથીઓના ગુણો અને નબળાઈઓ વિશે જાણકારી હોવી જોઈએ. જો કોઈનો આત્મવિશ્વાસ નબળો પડી રહ્યો હોય તો તેનું મનોબળ વધારવું જોઈએ, તેને પ્રેરિત કરવા જોઈએ. ત્યારે મોટા-મોટા લક્ષ્ય પૂરાં કરી શકાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow