ભારત-કોલંબિયામાં ગર્ભપાતને માન્યતા!

ભારત-કોલંબિયામાં ગર્ભપાતને માન્યતા!

લૈંગિક સમાનતાના મામલે ગત વર્ષે ઊલટફેર જોવા મળ્યો હતો. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંથી એકમાં ગર્ભપાત કાનૂન પર પ્રતિબંધ લગાવાયો હતો. જ્યારે માનવાધિકારની લડાઇ લડતા લોકોને લૈંગિક ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે મહિલાઓને પોતાના હકથી જોડાયેલા કાનૂનો માટે લડત યથાવત્ રાખી હતી. વૈશ્વિક સ્તર પર અનેક આંદોલનો થયાં.

પરિણામે અનેક દેશોમાં મહિલાઓના અધિકારોની તરફેણમાં અનેક નિર્ણયો લેવાયા. આ જ દિશામાં ફેબ્રુઆરી 2022માં કોલંબિયાની કોર્ટે પ્રેગ્નન્સીનાં 24 સપ્તાહની અંદર ગર્ભપાત કરાવવાને કાયદાકીય જાહેર કર્યું હતું. અહીં પહેલાં માત્ર ગર્ભવતીને જીવનો ખતરો હોય ત્યારે જ ગર્ભપાતને મંજૂરી હતી. આ જ રીતે મે 2022માં સ્પેનમાં યૌનશોષણ, દુષ્કર્મને રોકવા તેમજ તેની વિરુદ્વ કાર્યવાહીને વધુ સરળ બનાવવા માટે એક બિલ પસાર કરાયું હતું. આ બિલ અંતર્ગત જો કોઇ મહિલાએ જાતીય સંબંધ માટે સ્પષ્ટપણે સહમતિ નથી આપી, તો તે દુષ્કર્મ ગણાશે.

આ બિલને ‘ઓન્લી યસ મીન્સ યસ’ કહેવાય છે. તદુપરાંત સ્પેન સરકારે પીરિયડમાં ક્રેમ્પસ સામે ઝઝૂમી રહેલી મહિલાઓને પેઇડ લીવ આપવાના બિલને લીલી ઝંડી આપી હતી. જૂનમાં યુક્રેનમાં ઇસ્તંબુલ કન્વેન્શનને માન્યતા અપાઇ હતી. આ નિર્ણયને યુક્રેનમાં મહિલાઓના અધિકાર માટે એક ઐતિહાસિક જીત માનવામાં આવી હતી. સાથે જ તે રશિયા સાથે ચાલી રહેલા યુદ્વ દરમિયાન યુરોપમાં દેશના એકીકરણ માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow