ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ તો ખાસ વાંચી લેજો! નિષ્ણાંતોના મતે જાણો તમારા માટે શું છે વધારે યોગ્ય

ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ તો ખાસ વાંચી લેજો! નિષ્ણાંતોના મતે જાણો તમારા માટે શું છે વધારે યોગ્ય

આંખો તમારી સુંદરતા દર્શાવે છે. માટે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત યોગ્ય રીતે દેખાતું ન હોવાના કારણે ચશ્મા લગાવીને તેને યોગ્ય કરી શકાય છે. પાછલા થોડા સમયમાં ચશ્માના કારણે લોકો પોતાની આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવવા લાગ્યા છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં 2019થી 2025 સુધી કોન્ટેક્ટ લેન્સનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 7.5 ટકા સુધી વધી શકે છે.

હાલમાં જ અમેરિકાના ફ્લોરિડાથી લેન્સ પહેરવાથી આંખની રોશની જવાનો કેસ સામે આવ્યો છે ત્યાર બાદ લેન્સને લઈને લોકો ડરી રહ્યા છે. સવાલ ઉઠી રહ્યો છે કે આંખો માટે ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ બન્નેમાંથી શું વધારે યોગ્ય છે?

શું કહે છે Eye Specialist?
આઈ સ્પેશિયાલિસ્ટ અનુસાર ચશ્મા હોય કે કોન્ટેક્ટ લેન્સ બંન્ને આંખો માટે યોગ્ય છે. જોકે આનો ઉપયોગ અલગ અલગ પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. અમુક દર્દીઓ માટે ચશ્મા વધારે યોગ્ય માનવામાં આવે છે અને અમુકની આંખો લેન્સના હિસાબની હોય છે. ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સ બન્નેના  પોત પોતાના ફાયદા અને નુકસાન હોય છે. તેમ છતાં ઓપ્થેલ્મોલોજિસ્ટ માટે ચશ્મા લગાવવા કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી વધારે સારા અને આંખો માટે વધારે યોગ્ય માનવામાં આવે છે.

આંખો માટે શું ચશ્મા છે બેસ્ટ?
Eye Specialist અનુસાર, ઓપ્થેલ્મોલોજીસ્ટ દર્દીને કોન્ટેક્ટ લેન્સની જગ્યા પર ચશ્મા લગાવવા જોઈએ. ચશ્માને લગાવવા અને કાઢવા ખૂબ જ સરળ હોય છે. તેના માટે વધારે એફર્ટ નથી કરવા પડતા. આંખોની ઉપર હોવાના કારણે અંદરના ભાગને તે સ્પર્શ નથી કરતા અને આંખોના ઈન્ફેક્શનથી દૂર રહેવાય છે.

ચશ્માને તમે ઈચ્છો તેટલી વાર ઉતારી અને કાઢી શકો છો. તેને લઈને વધારે સાવધાનીની જરૂર પણ નથી હોતી. આજ કારણ છે કે બાળકો કે વૃદ્ધો દરેક ઉંમરના લોકો માટે ચશ્મા વધારે યોગ્ય માનવામાં આવે છે.

કેન્ટેક્ટ લેન્સના શું છે નુકસાન?
આઈ સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે કોન્ટેક્ટ લેન્સ વધારેમાં વધારે 8થી 10 કલાક જ યુઝ કરી શકાય છે. જો તમે તેને વધારે સમય સુધી પહેરો છો અને તેની સાફ-સફાઈ પર ધ્યાન નથી આપતા તો આ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે તે આંખોની અંદર કોર્નિયા પર લગાવવામાં આવે છે.

એવામાં જો હાઈજીન ન રાખવામાં આવે તો ખતરનાક બેક્ટેરિયા જન્મે છે અને તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે. અમુક લોકો 24-24 કલાક સુધી લેન્સ લગાવીને રાખે છે. તેમના માટે આંખોમાં હાઈપોક્સિયા એટલે કે ઓક્સીજનની કમી રહે છે. કોર્નિયાના એપીથિલિયાની સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

તેનાથી આંખોમાં ડિફેક્ટ પણ આવે છે. આંખોની આસપાસ રહેલા બેક્ટેરિયા કોર્નિયાને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત તો એવું પણ થાય છે કે જ્યારે કોન્ટેક્ટ લેન્સ સંક્રમિત થઈ જાય છે અથવા તેની સોલ્યુશન કન્ટામિનેટેડ હોય તો તેમની કિકિ પણ સંક્રમિત થઈ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow