આરબીઆઈ ગવર્નરનું નિવેદન

આરબીઆઈ ગવર્નરનું નિવેદન

વૈશ્વિક આર્થિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને લઇને RBI ગવર્નર શક્તિકાંત દાસે લોકોને એક વ્યાપક દૃષ્ટિકોણથી સ્થિતિને સમજવાની અપીલ કરતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ભૌગોલિક-રાજકીય અનિશ્વિતતા વચ્ચે ડોલર સામે રૂપિયાનું વલણ સ્થિર રહ્યું છે. અન્ય કરન્સીની તુલનાએ રૂપિયાનું ઓછું અવમૂલ્યન થયું છે તેમજ વાસ્તવમાં, કેટલીક કરન્સી સામે તેમાં વધારો પણ થયો છે.

વાર્ષિક FIBACની કોન્ફરન્સને સંબોધિત કરતા દાસે જણાવ્યું હતું કે માર્કેટમાં વાસ્તવિકતાની પરખ કર્યા વગર સતત રૂપિયાના અવમૂલ્યનની વાતો થઇ રહી છે જેથી કરીને કોઇપણ પ્રકારની ખોટી ભાવનાઓ વગર માત્રને માત્ર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે તે આવશ્યક છે. તાજેતરની ભૌગોલિક રાજકીય કટોકટીની શરૂઆતથી ડોલર સામે રૂપિયામાં સતત સ્થિર ચાલ જોવા મળી રહી છે. આપણે વૈશ્વિક અનિશ્વિતતાઓને આત્મવિશ્વાસ, સહનશક્તિ અને આ પડકારને પણ માત આપવામાં સક્ષમ રહીશું તેવા આશાવાદ સાથે સામનો કરવો જોઇએ.

ફ્રાન્ક, સિંગાપોર ડોલર અને રશિયન રૂબલ તેમજ ઇન્ડોનેશિયનને બાદ કરતા મોટા ભાગની કરન્સીનું ડોલર સામે અવમૂલ્યન થયું છે. જ્યારે અન્ય મોટી કરન્સીની તુલનાએ રૂપિયાનું ડોલર સામે પ્રદર્શન મજબૂત રહ્યું છે. ડોલર સામે રૂપિયામાં જાપાનીઝ યેનની તુલનામાં 12.4 ટકા, ચાઇનીઝ યુઆનની તુલનામાં 5.9%, પાઉન્ડ કરતા 4.6 %, યુરો સામે 2.5 ટકા વધારો થયો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow