રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યું

રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નો ખિતાબ જીતી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.

CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.

રોહિતે તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. હવે ધોનીએ પણ ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલા 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.

15 ઓવરમાં 171 રન બનાવ્યા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શને 96 અને રિદ્ધિમાન સાહાએ 54 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વરસાદ શરૂ થયો. ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

4 ઓવરના પાવરપ્લેમાં 50+ રનની ભાગીદારી
15 ઓવરમાં 171 રનના ટાર્ગેટને ચેઝ કરતા CSKએ ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ઝડપી શરૂઆત કરી હતી. બન્નેએ માત્ર 4 ઓવરમાં ટીમનો સ્કોર 52 રન બનાવી દીધો હતો. ઓવરોના ઘટાડા બાદ પાવરપ્લે પણ માત્ર 4 ઓવરનો કરવામાં આવ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow