તુનિશાને આવ્યાં 'રામના તેડા', ચાહકોને રડતા મૂકીને ઉપડી અંતિમ સફરે, મુંબઈમાં અંતિમ સંસ્કાર

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્મા હંમેશને માટે ચાહકોને અને પરિવારને નોંધારા મૂકીને ચાલી નીકળી છે. 24 ડિસેમ્બરે તુનિશાએ તેની ટીવી સિરિયલના શુટિંગ દરમિયાન મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જે પછી જેજે હોસ્પિટલમાં તેની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું ત્યાર બાદ ગઈકાલે તેના પરિવારને તેનું પાર્થિવ શરીર સોંપી દેવામાં આવ્યું હતું અને હવે તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે.

તુનિશાના સાથી કલાકારો પહોંચ્યા અંતિમ દર્શને
તુનિશાના સાથી કલાકરો તેના અંતિમ દર્શને પહોંચ્યાં હતા. સહુ કોઈ ખામૌશ હતું. દરેકની આંખમાં આંસુ હતા.

શીઝાન ખાન કસ્ટડીમાં રડી પડ્યો
ખબર છે કે તુનિશાના આપઘાત કેસમાં પોલીસની કસ્ટડીમાં રહેલો શીઝાન ખાન તેના અંતિમ સંસ્કારના સમાચાર સાંભળીને રડી પડ્યો હતો.

તુનિશાના અંતિમ સંસ્કારમાં પહોંચી માતા અને બહેન, ધ્રુસકે ધ્રુસકે રડી
તુનિશાના અંતિમ સંસ્કારમાં આરોપી શીઝાન ખાનની માતા અને બહેનોએ આવી હતી. તુનિશાની ડેડબોડી જોઈને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

જવાન દીકરીની ડેડબોડી જોઈને મા બેભાન બની
જવાન દીકરી તુનિશાનું પાર્થિવ શરીર જોઈને તેની માતા બેભાન બની હતી. ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા અને બધાના મનમાં એક જ સવાલ હતો કે આટલી નાની ઉંમરે એવું તે શું દુખ આવી પડ્યું કે તેણે આવું અંતિમ પગલું ભરવું પડ્યું.

24 ડિસેમ્બરે તુનિશાએ સીરિયલા સ્ટેજ પર કર્યો હતો આપઘાત
20 વર્ષીય તુનિશા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે સ્ટેજ પર આપઘાત કરતા ચકચાર મચી હતી. તુનિશા આપઘાત કેસમાં પોલીસે તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી છે.