અરૂચિ, અનિંદ્રા, માથાનો દુખાવો, કબજિયાત જેવા રોગોનો રામ બાણ ઈલાજ, કરો આ ફળનું સેવન, કાયમી રહેશો સ્વસ્થ

અરૂચિ, અનિંદ્રા, માથાનો દુખાવો, કબજિયાત જેવા રોગોનો રામ બાણ ઈલાજ, કરો આ ફળનું સેવન, કાયમી રહેશો સ્વસ્થ

આયુર્વેદ અનુસાર પપૈયાને માત્ર ફળ જ નહીં, પરંતુ એક સર્વશ્રેષ્ઠ ઔષધિ પણ માનવામાં આવે છે. પપૈયાની અંદર અમુક એવા ગુણો છે કે, જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક છે.  

તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પપૈયાની અંદર રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ તમારા શરીરને કાયમી સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

- પપૈયું પેટ માટે વરદાનરૂપ છે. પેટના રોગોને દૂર કરવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ ફળ છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે અરૂચિ, અનિંદ્રા, માથાનો દુખાવો, કબજિયાત વગેરે રોગોમાં પણ ઝડપી રાહત આપે છે.  

- નિયમિત રીતે પપૈયાનું સેવન કરવાથી ત્વચા હંમેશાં યુવાન રહે છે. વાળનું ખરવું, એસિરડિટી, ગેસ, નબળાઈ, વિટામિન-સીની ખામીના લીધે થતા રોગ, સ્કિન પ્રોબ્લેમ, અનિયમિત માસિકધર્મ વગેરે બીમારીઓ દૂર થઈ જાય છે.

- પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે. આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આંખોની રોશની વધુ મજબૂત બને.

- આયુર્વેદ અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે. આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને તમારી પાચનશક્તિ મજબૂત બને છે.

- નાનાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પપૈયાની અંદર રહેલાં પોષક તત્ત્વો તમારા બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.
- પપૈયાની અંદર ભરપૂર માત્રામાં એ‌ન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન-એ તથા વિટામિન-સી હોય છે, જે તમારા શરીરની અંદર જામેલા વધારાના કોલસ્ટ્રોલને દૂર કરે છે

- પપૈયાના પલ્પથી ચહેરાને સાફ કરવામાં આવે તો તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે, સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે. આમ, તમે પપૈયાના અપાર ફાયદા અનુભવી શકો છો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow