ટૉલીવુડ ડ્રગ્સ મની લોન્ડ્રિંગ કેસમાં વધી Rakul Preetની મુશ્કેલી, EDએ હાથ ધરી સૌથી મોટી કાર્યવાહી

ટૉલીવુડ ડ્રગ્સ મની લોન્ડ્રિંગ કેસમાં વધી Rakul Preetની મુશ્કેલી, EDએ હાથ ધરી સૌથી મોટી કાર્યવાહી

બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી શકે છે. ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે. આની પહેલા ઘણા તેલુગુ ફિલ્મ એક્ટર્સને ED પૂછપરછ કરી ચૂકી છે. આ મામલે રકુલને 19 ડિસેમ્બરે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા સપ્ટેમ્બરમાં રકુલ EDની સામે રજૂ થઇ હતી.

મની લોન્ડ્રિંગ કેસ અંગે પૂછપરછ કરવામાં આવશે

ઈડીએ રકુલ પ્રીતની 2021માં પણ પૂછપરછ કરી હતી. હવે તેમને આ મામલાના કથિત મની-લોન્ડ્રિંગ પહેલુ વિશે પૂછપરછ કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ આ મામલે રાણા દગ્ગુબાતી, પુરી જગન્નાથ, રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ અને અન્ય સેલિબ્રિટીઓને પણ નોટીસ મોકલવામાં આવી છે.

શું છે ટૉલીવુડ ડ્રગ્સ કેસ?

ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ 2 જુલાઈ 2017ના રોજ થયો હતો. જ્યારે કસ્ટમના અધિકારીઓએ એક મ્યુઝીશિયન કેલ્વિન મસ્કારેનહાસ અને બે અન્ય લોકોની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી 30 લાખ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. તેમણે કથિત રીતે તપાસ કર્તાઓને જણાવ્યું હતુ કે તેઓ ફિલ્મી હસ્તિઓ, સૉફ્ટવેર એન્જિનિયરો અને અમુક કોર્પોરેટ સ્કૂલોના વિદ્યાર્થીઓને ડ્રગ્સની સપ્લાય કરી રહ્યાં છે. ટૉલીવુડની અમુક જાણીતી હસ્તિઓના મોબાઈલ નંબર કથિત રીતે તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં મળ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow