રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું

રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું

સૌરાષ્‍ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ કરાતા જ વધુ 1.15 લાખ મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીની પુષ્‍કળ આવક છતા ભાવ ઘટવાને બદલે વધ્‍યા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મગફળીની સાથોસાથ કપાસના ભાવો પણ સારા મળતા કપાસ પકવતા ખેડૂતો પણ ખુશખુશાલ છે.

1450થી વધુ વાહનમાં મગફળીની આવક થઈ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ કરાતા 1450થી વધુ વાહનોમાં 1.15 લાખ મગફળીની ગુણીની આવક નોંધાઇ છે. મગફળી ભરેલા વાહનોની ઉતરાઇમાં કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાઇ તે માટે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તથા તમામ ડિરેક્ટરોએ અને યાર્ડના કર્મચારીઓ હાજર રહી સંકલનથી તમામ મગફળી ભરેલા વાહનોની ઉતરાઇ કરાવી હતી. મગફળીની જંગી આવક છતા મગફળીના ભાવો ઘટવાને બદલે આજે ભાવ વધ્‍યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow