રાજકોટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી રેક્ટરને ચકમો આપી નાસી ગઈ​​​​​​​

રાજકોટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી રેક્ટરને ચકમો આપી નાસી ગઈ​​​​​​​

શહેરના ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 4 સગીરા શુક્રવારે સવારે રેક્ટરને ચકમો આપી નાસી છૂટતાં દોડધામ મચી ગઇ હતી. ચારેય સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી અને છ મહિનાથી માંડી એક વર્ષથી આ હોમમાં રહેતી હતી. સગીરાને શોધી કાઢવા પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ સ્થળે રવાનાથઇ હતી.

ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ઓફિસર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પૂજાબેન લક્ષ્મણભાઇ શિયાળે ચાર સગીરાના ફરાર થઇ જવા અંગે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પૂજાબેન શિયાળે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 45 જેટલી સગીરાઓને રાખવામાં આવી છે. શુક્રવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં તમામ સગીરાઓને નિત્યક્રમ મુજબ નાસ્તો આપવામાં આવ્યો હતો અને સગીરાઓ નાસ્તો કરી રહી હતી. 7.45 વાગ્યાના અરસામાં ચાર સગીરા હોમના મહિલા રેક્ટર પાસે આવી હતી અને મહિલા રેક્ટરને વાતોમાં ઉલઝાવ્યા હતા.

વાતચીત કર્યા બાદ બે સગીરા ત્યાંથી દૂર જઇ હોમના ગેટ નજીકના ખૂણા પર ગોઠવાઇ ગઇ હતી જ્યારે અન્ય બે સગીરાએ પાણી પીવા જઇએ છીએ તેમ કહી ગેટ નજીક પહોંચી હતી અને ગેટ પહેલાની જાળી ખોલતાં જ રેક્ટરનું તેના પર ધ્યાન પડ્યું હતું. મહિલા રેક્ટરે બૂમ પાડતાં જ જાળી ખોલનાર બંને સગીરાએ ગેટ ખોલી નાખ્યો હતો અને તે બે તેમજ અગાઉથી ખૂણામાં ગોઠવાઇ ગયેલી અન્ય બે સગીરા સહિત ચારેય સગીરા મહિલા રેક્ટરની નજર સામે દોડીને હોમની બહાર ભાગી ગઇ હતી. મહિલા રેક્ટરે થોડે સુધી દોડીને પીછો કર્યો હતો પરંતુ ચારેય નાસી જવામાં સફળ થઇ હતી.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow