રાજકોટના પતિ-પત્નીનું મોરબી દુર્ઘટનામાં મોત

રાજકોટના પતિ-પત્નીનું મોરબી દુર્ઘટનામાં મોત

હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનાનો ભોગ બનેલા પતિ પત્ની વિશે આજે આપણે વાત કરવાના છીએ. દીકરા અને પુત્રવધુના મૃત્યુ બાદ પિતાની હાલત જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. રાજકોટના હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાયએ મોરબીમાં બનેલી દુર્ઘટના માં પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંનેના લગ્નના હજુ તો 5 મહિના જ થયા હતા. લગ્ન બાદ તેઓ મોરબી માસીના ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યાંથી તેઓ ફરવા માટે ઝૂલતા પુલ ઉપર ગયા હતા. ત્યારે ઝુલતો પુલ તૂટ્યો હતો અને મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મીરાંનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે હર્ષને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હશે હોસ્પિટલમાં પોતાનું જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા ઝાલાવડીયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. દિવાળીનું વેકેશન હોવાના કારણે તેઓ પોતાના વતન રાજકોટ આવ્યા હતા.

રાજકોટની અંબિકા ટાઉનશીપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતો હર્ષ પોતાની પત્ની મીરા સાથે દિવાળીના વેકેશનમાં અહીં આવ્યો હતો. શનિવારના રોજ હર્ષ પોતાની પત્ની મીરા અને માતા પિતા સાથે મોરબી ખાતે રહેતા માસીયાભાઈના ઘરે ગયો હતો. રવિવારના રોજ સવારે તેઓ રાજકોટ જવા માટે નીકળવાના હતા. પરંતુ તેમના પિતરાઈ ભાઈએ તેમને ત્યાં રોકાવાનો આગ્રહ કર્યો હતો.

તેથી તેઓ ત્યાં રોકાયા હતા અને સાંજના સમયે હર્ષ પોતાની પત્ની, માસીયાઈભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે જુલતા પુલ ઉપર ગયા હતા. ત્યારે અચાનક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં હર્ષની પત્ની મીરા, માસીયાઈભાઈ અને તેની પત્નીનું મોત થયું હતું. જ્યારે માસીયાઈભાઈના સાત વર્ષના દીકરાનો બચાવ થયો હતો. હર્ષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હર્ષ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ સમગ્ર ઝાલાવડીયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુ બાદ પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવજો કે, મારો એકનો એક દીકરો હતો. મારો કમાવવા વાળો દીકરો ચાલ્યો ગયો. એટલું બોલતા જ પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow