રાજકોટ 14 દી’ પહેલા જ પરણેલા યુવકે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

રાજકોટ 14 દી’ પહેલા જ પરણેલા યુવકે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

શહેરના ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા અને 14 દિવસ પૂર્વે જ લગ્ન કરી સાંસારિક જિંદગીનો પ્રારંભ કરનાર યુવકે બુધવારે રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, બનાવથી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. ખોરાણામાં કૂવામાં પડી જવાથી બાળકીનું મૃત્યુ થયું હતું.

આંબેડકરનગરના નીતિન ભરતભાઇ ચાવડા (ઉ.વ.26)એ પોતાના ઘરે ઉપરના રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં નીતિન પોતાના રૂમમાંથી બહાર નહીં આવતા પરિવારજનો ઉપરના રૂમમાં જતા જ નીતિનનો લટકતો દેહ જોવા મળ્યો હતો, યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નીતિન બે ભાઇમાં મોટો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, તેના 14 દિવસ પૂર્વે જ થોરાળા વિસ્તારની યુવતી સાથે લગ્ન થયા હતા, તેની પત્ની પિયર આંટો મારવા ગઇ હતી અને બુધવારે તેને તેડવા તે જવાનો હતો.

પરંતુ ત્યાં જવાને બદલે ઘરે રહી ફાંસો ખાઇ લીધો હતો, યુવકના આપઘાતથી જ્યાં 14 દિવસ પૂર્વે લગ્નના ગીતો ગવાયા હતા ત્યાં મરસિયા શરૂ થતાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow