ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ

ગુજરાતમાં કેટલાક દિવસથી પણ ભરઉનાળે વરસાદી માહોલ જામી રહ્યો છે. શુક્રવારે પણ ઉત્તર ગુજરાત, ભુજ અને રાજકોટના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ક્યાંક કરા સાથે માવઠું પણ પડ્યું. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બેનાં મોત થયા અને એકની સ્થિતિ ગંભીર છે. માવઠાને કારણે ઉત્તર ગુજરાતમાં જુવાર અને બાજરીના પાકને નુકસાન થયું હતું તો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રખાયેલો પાક પલળ્યો હતો.

માવઠાના કારણે પાકને નુકસાન
ઉત્તર ગુજરાતના 13 તાલુકામાં 24 કલાકમાં નોંધણીલાયક વરસાદ પડ્યો. સૌથી વધુ જોટાણામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો.બહુચરાજી પંથકમાં અડધો કલાક માવઠું પડ્યુ હતું. શંખલપુર, કાલરી, એંદલા સહિતના ગામોમાં ઉનાળુ જુવાર તેમજ બાજરીનો ઊભો પાક આડો પડી ગયો.

Read more

રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

ગત 14 જુલાઈ, 2025ના રોજ ખોટી રીતે TDS મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આવકવેરા વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ

By Gujaratnow
પટનાની હોસ્પિટલમાં 30 સેકન્ડમાં ગેંગસ્ટરની હત્યા

પટનાની હોસ્પિટલમાં 30 સેકન્ડમાં ગેંગસ્ટરની હત્યા

ગુરુવારે પટનાની પારસ હોસ્પિટલમાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની ફિલ્મી શૈલીમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

By Gujaratnow