ખેડૂતો માટે મુસીબતનો 'વરસાદ': વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં પડી શકે માવઠું, જાણો નવી આગાહી

ખેડૂતો માટે મુસીબતનો 'વરસાદ': વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં પડી શકે માવઠું, જાણો નવી આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે વલસાડ, છોટાઉદેપુર અને આજે ખેડા અને પંચમહાલ જિલ્લા સહિત વિવિધ વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેમજ અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે તેમજ સુરત, વલસાડ, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. ઈસ્કોન, પ્રહ્લાદનગર, શિવરંજની અને જોધપુરમાં વરસાદી છાંટા પડ્યા છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

કમોસમી વરસાદ
ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માવઠું થયું છે. પંચમહાલના ઘોઘંબાના કાંટુ સહિતના વિસ્તારમાં પણ છાંટા પડ્યાં છે. કમોસમી વરસાદથી રાજગરો, રાઈડો, શાકભાજી જેવા પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રીનું નિવેદન
કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય તે સ્વભાવિક છે. અને આ બાબતે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, જે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં ત્યાં ખેતીવાડીને જે કોઈ અસર થઈ હોય તેની તપાસ કરી તત્કાલિક સરકારને રિપોર્ટ કરે તેમણે કહ્યું કે, જિલ્લા ખેતીવાડી અધિકારી તથા ખેતીવાડી નિયામકને સર્વે કરવા આદેશ આપ્યાં છે અને કમોસમી વરસાદ બાદ નુકસાનીનો

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow