શિવરાત્રી નિમિત્તે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે

શિવરાત્રી નિમિત્તે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે

જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવશે. રાજકોટ-જૂનાગઢ વચ્ચે ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ 15થી 21 ફેબ્રુઆરી સુધી (16 અને 20 ફેબ્રુઆરી સિવાય) દોડશે.

આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે. ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઊભી રહેશે.

આ ઉપરાંત જે ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવનાર છે તેમાં ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. 09522/09521 રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જરનો સમાવેશ થાય છે તેવું રાજકોટ રેલવેના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow