આટકોટમાં ધમધમતી જુગાર ક્લબ પર દરોડો

આટકોટમાં ધમધમતી જુગાર ક્લબ પર દરોડો

જસદણ તાલુકાના આટકોટ ગામે વાડી વિસ્તારમાં જુગારધામ ધમધમતું હોવાની ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઓચીંતા ત્રાટકતા જૂગારીઓના રંગમાં ભંગ પડ્યો હતો. અને ઘડીભરતો નાસભાગ મચી હતી. પરંતુ કોઇ છટકી શક્યું ન હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના આટકોટ ગામે ગુંદાળા રોડ પર આવેલ વાડીમાં જુગારધામ ચાલતું હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે ગત મોડી રાત્રે દરોડો પાડવામાં આવતા વાડી માલિક વજુ હરીભાઈ શેલીયા(ઉ.વ.40), કુલદીપ ગોરધનભાઈ કટેશીયા (ઉ.વ.25), પરેશ રસિકભાઈ રાદડીયા (ઉ.વ.34), અલ્પેશ ભીમજીભાઈ રાદડીયા(ઉ.વ.35), સંજય મુળજીભાઈ રાતડીયા (ઉ.વ.26), અનિરુદ્ધ લાલભાઈ ડવ(ઉ.વ.21), હરેશભાઈ નંદલાલભાઈ મહેતા(ઉ.વ.28) અને રાજુ ઉર્ફે રણુભાઈ દાદભાઈ ધાધલ(ઉ.વ.42) ની ધરપકડ કરી હતી. પોલીસે આ દરોડા દરમિયાન રૂ.71 હજારની રોકડ અને 8 મોબાઈલ મળી કુલ રૂપિયા 1,11,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે જૂગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow