ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા ચૂક: કોંગ્રેસે સરકારને લખ્યો લેટર, જુઓ શું કહ્યું

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા ચૂક: કોંગ્રેસે સરકારને લખ્યો લેટર, જુઓ શું કહ્યું

કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સુરક્ષામાં ખામી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવે આ અંગે ગૃહ મંત્રાલયને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની સુરક્ષામાં થયેલી ખામી વિશે વાત કરી છે. કોંગ્રેસનો દાવો છે કે, રાહુલની સુરક્ષાના મુદ્દે દિલ્હી પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

શું થયું હતું 24 ડિસેમ્બરે ?

કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે, 24 ડિસેમ્બરે યાત્રા દિલ્હી પહોંચી કે તરત જ રાહુલ ગાંધીની સુરક્ષામાં ઘણી વખત ભંગ થયો હતો અને દિલ્હી પોલીસ ભીડને નિયંત્રિત કરવામાં અને તેમની આસપાસ સુરક્ષા કોર્ડન જાળવવામાં નિષ્ફળ રહી હતી. રાહુલ ગાંધીને Z પ્લસ સુરક્ષા મળી છે. કેસી વેણુગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ પછી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. ભારત યાત્રામાં સામેલ કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરોને સુરક્ષા બંદોબસ્ત કરવો પડ્યો હતો.

દિલ્હી પોલીસ નિષ્ફળ રહી: કોંગ્રેસ

કેસી વેણુગોપાલે પત્રમાં લખ્યું છે કે, દિલ્હી પોલીસ મૂક પ્રેક્ષક રહી અને ભીડને રોકવામાં નિષ્ફળ રહી. આ સિવાય જે લોકો રાહુલ ગાંધીને મળી રહ્યા છે તેમને ડરાવવા માટે ઈન્ટેલિજન્સ બ્યુરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. IB તેની સતત પૂછપરછ કરી રહી છે.  કેસી વેણુગોપાલે યાદ અપાવ્યું કે, કલમ 19 હેઠળ કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ વિરોધ કરી શકે છે અથવા મુસાફરી કરી શકે છે અથવા પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.  રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીની હત્યાને ટાંકીને કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેના બે નેતાઓ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં તેઓ માંગ કરે છે કે, રાહુલ ગાંધીની સુરક્ષા સાથે કોઈ રાજકારણ ન રમવું જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow