હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાતા ચિંતાતુર થયા રાહુલ ગાંધી, PM મોદીને પાઠવ્યો આ ખાસ મેસેજ

પ્રધાનમંત્રી મોદીના 100 વર્ષીય માતા હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લોકો તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીને એક ખાસ મેસેજ આપીને તેમની માતાના સાજા થવાની કામના કરી છે.
શું લખ્યું ટ્વિટમાં
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે માતા-પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અણમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારા માતાજી જલદી સાજા થઈ જાય.
પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થયા
પીએમ મોદીના માતા હીરાબેન મોદીની ગત રાત્રે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાના સમાચાર સાંભળીને પીએમ મોદી તાત્કાલિક અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિરાબેન મોદીની હાલત સ્થિર છે.