પોષકતત્વોનો ભંડાર છે મૂળા

મૂળો એક જડયુક્ત સબ્જી છે, જેને લોકો સામાન્ય રીતે સલાડ તરીકે ખાય છે. મૂળાની અનેક રેસિપીઓ ખોરાકનો સ્વાદ વધારે છે જેમ કે, મૂળાનાં પરાઠા, મૂળાનું અથાણું અને બીજું ઘણું બધું. તેમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે, જે સ્વાસ્થ્યને ફાયદો કરે છે. ડાયટિશન સ્વાતિ વિશ્નોઇ પાસેથી મૂળા અને તેના પાંદડાઓ ખાવાથી થતાં ફાયદાઓ વિશે જાણીએ.
બલ્ડ સુગરને કંટ્રોલ કરો
મૂળામાં અનેક પ્રકારનાં પોષકતત્વો સામેલ હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. તે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે અને લોહીમાં સુગરનાં સ્તરને નિયંત્રિત કરે છે. મૂળામાં બાયો-એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે એડિપોનેક્ટિન હોર્મોનને નિયંત્રિત કરીને બ્લડસુગર લેવલને નિયંત્રિત કરે છે. મૂળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે બ્લડપ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેમાં એન્થોસીન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન અને લો બ્લડપ્રેશરને સુધારવામાં મદદ કરે છે.

પેટ માટે ફાયદાકારક
મૂળામાં બંને દ્રાવ્ય અને અદ્રાવ્ય તંતુઓ હોય છે, જે જઠરાંત્રિય માર્ગ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઇબર આંતરડામાંથી ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે અને કબજિયાતને પણ દૂર કરે છે.
કેન્સરને અટકાવો
મૂળા કેન્સર વિરોધી છે. સંશોધન મુજબ તેમાં એવા સંયોજનો હોય છે, જે પાણી સાથે મિશ્રિત થવા પર આઇસોથિયોસાયનેટ્સમાં તૂટી જાય છે, જે કેન્સર પેદા કરનારા પદાર્થો અને ગાંઠનાં વિકાસને અટકાવામાં મદદ કરે છે.
શિયાળામાં મૂળાના પાનનો રસ પીવો અનેક બીમારીઓ દૂર રહે છે. મૂળાનાં પાનમાં લોહી સાફ કરવાનો ગુણ હોય છે. શિયાળામાં મૂળાના પરોઠા, સલાડ, મૂળાના પાનના શાક તો ખાધા જ હશે પરંતુ, મૂળાનાં પાનનો રસ પીવાથી તમને અનેક સ્વાસ્થ્યપ્રદ લાભ મળશે. દરરોજ મૂળાના પાનનો રસ પીવાથી ઘણા રોગો દૂર રહે છે. મૂળાનાં પાનમાં આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે એનિમિયા અને હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે.