રાજ્યમાં આ વર્ષે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે 136 લોકોનાં મોત
રાજ્યમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેતીપાકને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયાન 136 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 14 હજાર જેટલા કાચા પાકા મકાનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મકાન અને માનવ મૃત્યુ માટે 91 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.
રાજ્યમાં આ વર્ષે વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો, સરેરાશ સામે 128.57 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકો અને મકાનને નુકસાની ઉપરાંત ખેતીને પણ માઠી અસર પહોંચી હતી.