રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા. મારી ભૂલના કારણે તમને ગાળો બોલી હતી. એના ખોટા પ્રેમમાં પડી હું તેના ઉપર ખોટો વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા 2 મહિનાથી હું સહન કરતી હતી, પણ હવે સહન કરીને હું હારી ગઈ છું', આ શબ્દો લખીને રાજકોટની ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીર ફીનાઈલ પીધું હતું. જોકે યુવતીની હાલત સ્થિર છે અને તેણે પોલીસમાં આરોપી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં રહેતી સમા ભાયાણી સોશિયલ મીડિયામાં 'જન્નત મીર' નામથી તરીકે ખ્યાતનામ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર 5.79 લાખ ફોલવર્સ ધરાવતી જન્નત મીરે કાલે બુધવાર રાત્રે પોતાના ઘરે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ પહેલા તેણે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી. 'જન્નત મીર'એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેના પ્રેમી ઇમ્તિયાઝ રાઉમાએ તેને તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, જન્નત મીરે એવો પણ આક્ષેપ કર્યો છે કે, આરોપી લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા તોફાની રાધા ઉર્ફે રાધિકા ધામેચાનો બોયફ્રેંડ હતો અને તેને પણ માર મારતો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ઇમ્તિયાઝ સાથે પ્રેમસંબંધ હોવાથી 28 જુલાઈથી 18 ઓગસ્ટ, 2025 દરમિયાન અવારનવાર ઘરે આવી યુવતી અને તેની માતા સાથે માથાકૂટ કરતો હતો. યુવતીના માનીતા ભાઈ તેમજ મિત્રના ફોનમાંથી કોન્ફરન્સ કોલમાં ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow