રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો
રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરસી પર ગળું દબાવી આડેધડ ઢીંક-મુક્કા માર્યાં હતાં.
બાદમાં હેવાનની જેમ મહિલાના વાળ પકડીને નીચે પટકીને માર મારવાની સાથે માથે કૂદકા પણ મારવા લાગ્યો હતો. મૌલિક નાદપરાએ મહિલાને તેની દીકરીની નજર સામે માર મારતાં ઢળી પડી હતી. આ બન્ને મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
જો કે સાંજે યુવતીએ આ યુવકને માર્ચ, એપ્રિલ અને મેમાં એમ ત્રણ મહિના સુધી ઝઘડો કર્યાના અને માર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે.
મહિલા અને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડ્કટનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં મહિલાએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો છે. ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારી ધમકી પણ આપી હતી. મારામારીની આ ઘટના જૂન, 2025માં બની હતી. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર, 2025ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.