રાજકોટની 8 વિધાનસભામાં SIR ની 60% કામગીરી પૂર્ણ

રાજકોટની 8 વિધાનસભામાં SIR ની 60% કામગીરી પૂર્ણ

રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(SIR)ની 21 દિવસની કામગીરીમાં 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોને સૌપ્રથમ ફોર્મ વિતરણ કરાયા બાદ તેમાંથી આજની સ્થિતિએ કુલ 15 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે તેમાં 51000 મતદારો એવા છે કે તેમનું મૃત્યુ થઈ ગયું છે તેમ છતાં પણ તેમના નામ મતદારયાદીમાં હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 1.66 લાખ જેટલા મૃત મતદારો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 4 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરીને પરત નહીં આપનારના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવશે.

વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બીએલઓ દ્વારા ત્રણ વખત મતદારોના ઘરની મુલાકાત કરી લીધી છે. આ દરમિયા ચાર દિવસ મતદાન મથક ઉપર ખાસ કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા જેમાં 2002ની યાદીમાં જે મતદારોના નામ હતા તે મતદારોએ ફોર્મ ભરી બીએલઓને જમા કરાવી લીધા છે. હવે મતદાર યાદીમાં નામ રાખવુ કે કમી કરાવવાની જવાબદારી મતદારોની છે. બીએલઓ ફોર્મ લેવા નહી આવે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow